Himalayi Chhabi-samput Jota Jota - Metrical Poem | RekhtaGujarati

હિમાલયી છબી-સંપુટ જોતાં જોતાં

Himalayi Chhabi-samput Jota Jota

મકરંદ દવે મકરંદ દવે
હિમાલયી છબી-સંપુટ જોતાં જોતાં
મકરંદ દવે

દેવતાત્મા સમી દીઠી, નગાધિરાજની દ્યુતિ,

જ્યારે પ્રથમ સ્પર્શેલી કાલિદાસ તણિ કૃતિ.

જોઉં અશ્વિનની આંખે, જેને ના આદિ કે અલમ્,

ભવ્યાતિભવ્યને અંકે ખેલે સુંદરતા સ્વયમ્.

પૃથ્વીની, જળની લીલા, તેજની, વાયુ અભ્રની

છોળે છોળે છટા ઊઠે, નૈક વર્ણની, શુભ્રની

ધવલ ધૂર્જટિ સંગે, ઉમા જ્યાં રંગને તટે

રમે ત્યાં માનવ નેત્રે સ્વપ્ન સ્વર્ણિમ ઊમટે.

ક્યાંક ગૌરી તણી ઝાંખી થતાં ઝીલી શુભ ક્ષણ,

અશ્વિન, સંપુટે તું લાવ્યો રત્ન કંકણ.

સ્રોત

  • પુસ્તક : કવિતા : ડિસેમ્બર 1985 (પૃષ્ઠ ક્રમાંક 11)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ