રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોસીતા ના બની રાણી તોય પતિની છાયા મળી સાન્ત્વની,
મારે તેય રહી નહીં, હૃદય આ સીમા ન સંતાપની;
તું તો ગૌરવ-અન્વિતા જીવનના આરંભથી ત્યાગની,
મારા આ કમભાગ્યથી સદય અશ્રુ હશે સારતી!
મારે રાજ્ય-તપોવને અવનવા તાપો તપી જાણુવું,
જોગીને નવ ઝંખના જગવવી, જોવું, નહીં માણવું,
દુઃખી છું પણુ દુઃખ કેમ થવું? કયાં કેમ ઉચ્ચારવું?
ઓષ્ઠે હાસ્યઅમી, ઉરે દુઃખ ભરી, મારે સદા મહાલવું!
ઊર્મિલા દુઃખ ભોગવે પણ ઉરે સંતોષ મોંઘો ભરે,
સેવે નાથ સ્વબન્ધુના ચરણને તે ચિત્ર ચિત્તે ધરે;
મારે, કારણ કષ્ટના બની વ્હીલા વૈરાગી જે વેગળા,
પૂજે પૂજ્યની પાવડી, નયનથી તે ચિત્રને પેખવાં.
તારે ઘોર, અરણ્યનાં ભર્યાં કષ્ટો સહુ વેઠવાં,
તેથી કષ્ટ વધુ મને, પ્રિય તને સંતાપ-હેતુ થતાં;
તો યે યાચું વિનમ્ર થૈ વડિલથી નિર્ભીક હૈયે સદા,
આવીને અવધે પૂરી અવધિએ સંતોષ આપો હવાં!
sita na bani rani toy patini chhaya mali santwni,
mare tey rahi nahin, hriday aa sima na santapni;
tun to gauraw anwita jiwanna arambhthi tyagni,
mara aa kambhagythi saday ashru hashe sarti!
mare rajya tapowne awanwa tapo tapi januwun,
jogine naw jhankhna jagawwi, jowun, nahin manawun,
dukhi chhun panu dukha kem thawun? kayan kem uchcharwun?
oshthe hasyami, ure dukha bhari, mare sada mahalwun!
urmila dukha bhogwe pan ure santosh mongho bhare,
sewe nath swbandhuna charanne te chitr chitte dhare;
mare, karan kashtna bani whila wairagi je wegla,
puje pujyni pawDi, nayanthi te chitrne pekhwan
tare ghor, aranynan bharyan kashto sahu wethwan,
tethi kasht wadhu mane, priy tane santap hetu thatan;
to ye yachun winamr thai waDilthi nirbhik haiye sada,
awine awdhe puri awadhiye santosh aapo hawan!

સ્રોત
- પુસ્તક : સોણલાં (પૃષ્ઠ ક્રમાંક 10)
- સર્જક : જયમનગૌરી પાઠકજી
- પ્રકાશક : પોતે
- વર્ષ : 1957