gurjari gira - Metrical Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ગુર્જરી ગિરા

gurjari gira

ઉમાશંકર જોશી ઉમાશંકર જોશી
ગુર્જરી ગિરા
ઉમાશંકર જોશી

જે જન્મતાં આશિષ હેમચંદ્રની

પામી, વિરાગી જિનસાધુઓએ

જેનાં હીંચોળ્યાં મમતાથી પારણાં,

રસપ્રભા ભાલણથી લહી જે

નાચી અભંગે નરસિંહ-મીરાં-

અખા તણે નાદ ચડી ઉમંગે,

આયુષ્મતી લાડલી પ્રેમ ભટ્ટની,

દૃઢાયુ ગોવર્ધનથી બની જે,

અર્ચેલ કાન્તે દલપત્તપુત્રે

તે ગુર્જરી ધન્ય બની ઋતંભરા

ગાંધીમુખે વિશ્વમાંગલ્યધાત્રી.

[ર૬-ર-૧૯૩૭,૧૯૬ર, ૧૯૮૦. (નિથીશ)]

સ્રોત

  • પુસ્તક : શ્રેષ્ઠ ઉમાશંકર (પૃષ્ઠ ક્રમાંક 26)
  • સંપાદક : નિરંજન ભગત, ચિમનલાલ ત્રિવેદી, ભોળાભાઈ પટેલ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2005