ગ્રીષ્મકાળ
Grishmkal
દલપતરામ
Dalpatram
દલપતરામ
Dalpatram
(મનહર છંદ)
ક્રોધમય કાયા ધરી અરે આ આવે છે કોણ,
જેના અંગ અંગોમાંથી ઉપજતી ઝાળ છે;
ભૂત જેવો ભયંક૨ કિંકર છે શંકરનો,
કિંવા ભયંકરી લંકા ભૂમિનો ભૂપાળ છે;
પયોધિના પાણીને ઉછાળતો પગની ઠેસે,
વેષે જોતાં વપુ જેનું મહા વિકરાળ છે;
સરોવર સરિતાના સલિલને શોષી લે છે.
ક્રોધી મામો કંસ છે કે કિંવા ગ્રીષ્મ કાળ છે?
રસપ્રદ તથ્યો
કિંવા = ઉનો (પાં.આ.)
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 30)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 2002
