ગિરનારનો શ્રાવણ માસનો દેખાવ
girnaar no shraavan maas no Dekhav
દલપતરામ
Dalpatram
દલપતરામ
Dalpatram
(સવૈયો)
મેઘતણી ઘનઘો૨ ઘટા શિર શુદ્ધ જટાજુટ જેમ ઠરે છે,
ઇંદ્રધનુષ્ય ઉદ્યોત અમૂલ્ય ત્રિપુંડ્ક તુલ્ય ટકાવ કરે છે;
ગંગ સહસ્રમુખીસમ શોભિત સર્વ દિશા જલ ઝર્ણ ઝરે છે,
આ ગિ૨ના૨ ગિરિ ગુણનો નિધિ શ્રાવણમાં શિવરૂપ ધરે છે.
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 56)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 2002
