રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોછુપાવવું ને તેય માથી ક્યાં સુધી?
આ પ્રાણનો પુદ્ગલ બન્યો જે પિંડથી,
મા, કહું કે ના કહું? દિલને દ્વિધા આ વીંધતી,
પણ સ્થાન તારા વિણ બીજું ક્યાં
ઠાલવું જ્યાં આ વ્યથા?
મા, તેં જ દીધો વારસો માતૃત્વના ને સ્ત્રીત્વનો,
આજે પુકારે પ્રેમને પંથે પરાધીન એ થવા.
સૂતેલ શમણાં સ્નેહ કેરાં સળવળે ને સાદ દે.
કોઈ અજાણ્યા ઉરનાં આમંત્રણો આકર્ષતાં,
પણ તાર તારા વ્હાલના વીંટળાયલા વાત્સલ્યથી.
સંસાર મીઠો માંડવા માડી પડે એ તોડવા.
બે પાસનું ખેંચાણ: જ્યાં કંઈ ખોઈને કંઈ પામીએ;
પહેલું પગથિયું છોડીએ ત્યારે જ બીજે પ્હોંચીએ.
છે રજા તારી? તને મજુર છે? જાણું નહિ.
ને કહું? શરમાઉં, પૂછું? કયાંક તું રોકે રખે!
મનનો મળ્યો માનેલ ત્યાં રોકાઉં શેં ને ક્યાં સુધી?
પ્રેમ-પરવશતા પિછાની ના શકે મા, પુત્રીની?
છોને પરાયી હું બનું, તારી મટી જાતી નથી,
તું યે પિયરથી એક દી આવી હતી ને સાસરે.
છોડું તને હું તે છતાં વાત્સલ્ય તુજ વાગોળતી
પ્રત્યેક પળ તારી છબી નિરખું છૂપી હૈયા મહીં,
ઉપકાર તારા, ઋણ તારું શી રીતે ફેડી શકું?
આશિષ દે, દીધેલ તે શિક્ષા હવે સાર્થક કરું,
હું બનું આદર્શ ગૃહરાજ્ઞી દિપાવું નામ તુજ,
તારી સ્મૃતિ, દૃષ્ટાન્ત તુજ ઊજાળશે મુજ પંથને.
યાચું ક્ષમા, આપીશને? દોષો જજે મારા ભૂલી,
આખરે છે માત તું ને હું છુ પુત્રી તાહરી.
chhupawawun ne tey mathi kyan sudhi?
a pranno pudgal banyo je pinDthi,
ma, kahun ke na kahun? dilne dwidha aa windhti,
pan sthan tara win bijun kyan
thalawun jyan aa wyatha?
ma, ten ja didho warso matritwna ne stritwno,
aje pukare premne panthe paradhin e thawa
sutel shamnan sneh keran salawle ne sad de
koi ajanya urnan amantrno akarshtan,
pan tar tara whalna wintlayla watsalythi
sansar mitho manDwa maDi paDe e toDwa
be pasanun khenchanah jyan kani khoine kani pamiye;
pahelun pagathiyun chhoDiye tyare ja bije phonchiye
chhe raja tari? tane majur chhe? janun nahi
ne kahun? sharmaun, puchhun? kayank tun roke rakhe!
manno malyo manel tyan rokaun shen ne kyan sudhi?
prem parwashta pichhani na shake ma, putrini?
chhone parayi hun banun, tari mati jati nathi,
tun ye piyarthi ek di aawi hati ne sasre
chhoDun tane hun te chhatan watsalya tuj wagolti
pratyek pal tari chhabi nirakhun chhupi haiya mahin,
upkar tara, rin tarun shi rite pheDi shakun?
ashish de, didhel te shiksha hwe sarthak karun,
hun banun adarsh grihragyi dipawun nam tuj,
tari smriti, drishtant tuj ujalshe muj panthne
yachun kshama, apishne? dosho jaje mara bhuli,
akhre chhe mat tun ne hun chhu putri tahri

સ્રોત
- પુસ્તક : તડપન (પૃષ્ઠ ક્રમાંક 21)
- સર્જક : લક્ષ્મીનારાયણ મો. પંડ્યા
- પ્રકાશક : પોતે
- વર્ષ : 1980