anu dikri - Metrical Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

અનુ દીકરી

anu dikri

સુન્દરમ્ સુન્દરમ્
અનુ દીકરી
સુન્દરમ્

હજી સંભળાય છે મધુર સાદ તારો બધે,

અનૂ, દીકરી, મીઠી, મુગ્ધ શિશુ, બેટી, વ્હાલામુઈ!

હજી નયનો સમક્ષ પગ નાચી એવું રહે,

હજી નયને તુફાન ઉમટે એવુ વળી.

અને કુસુમના કુણા દલ સમું સ્ફુરે ગુંજન,

હજી મધુ મૂર્તિ તારી ચહુ મેર મ્હાલી રહે,

રમાડતી કરાંગુલી થકી પ્રલંબ કેશાવલી,

કિશોરવય નર્તતી પટ ધરા તણે મૂર્ત શું!

તને અહ કહું શું! કહું શું? શું? શું? ક્હે ક્હે હવે!

મુંઝાઈ જઉ છું, અને તડતડાટ બેચાર

લગાવી ટપલી દઉં છું. અહીં પાસ બેઠેલીને.

અહો પણ હસી ઉઠે અસલ જેવું જેવું તું,

અને યદિ હસે તો પછી અનૂ તું શાની કહે?

(ફેબ્રુઆરી, ૧૯૪૦)

સ્રોત

  • પુસ્તક : યાત્રા (પૃષ્ઠ ક્રમાંક 78)
  • સર્જક : સુન્દરમ્
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 1951