રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોપણે પણે જો નવયૌવના એ,
નિહાળતી ગર્વભરી સ્વરૂપને,
ચારે દિશાએ ધરી આયનાને,
વામાંગ ને દક્ષિણ અંગ ભાળે.
ને એ અંગમરોડ, નૃત્ય પદનાં, લાલિત્યના સ્રોત એ,
ને એ ભાવ, ભ્રૂભંગ એ અવનવા, ચાતુર્ય, ઉલ્લાસ એ,
બાલા એ મદમસ્ત સ્નેહ-સુખમાં આભે અનોખી તરે,
દેખી અંતર તૃપ્ત થાય નહીં કાં? આનન્દ શો ઉદ્ભવે!
અચિન્ત્યું થાય શું લુપ્ત? ચિત્ર ના ચૌવના તણું,
છતાં યૌવન શા એના રંગે ઢંગે સરી જતું!
એ શું વૃદ્ધ હશે. કંઈ જીવનનો કાપી રહ્યો પંથ ને,
દાતા જ્ઞાનપ્રકાશનો, અનુભવી, સર્વજ્ઞ સંસારનો;
થાતાં જીવનપૂર્ણ શું તરવરે ચિત્રા જુનાં, નેનમાં,
ને એ ચિત્ર અનેક રૂપ ધરતાં, ને આથમે શૂન્યમાં!
કે એ ચિત્ર હશે મનુજીવનનું દેખાય નોખા રૂપે,
જૂદાં નેત્ર વિલોકતાં જીવન કો એકાદ જૂદી રીતે,
કોનો આત્મજ, નાથ કો અવરનો, ભ્રાતા, પિતા કોઇનો,
રાજે એકલ વીર એમ જગમાં નાના રૂપે વિસ્તરે.
આબુનો પર્વતે આ તો,
શરદે સાંધ્યને સમે,
સૂર્યની અસ્ત વેળાએ,
દર્શનો નવલાં સરે.
pane pane jo nawyauwana e,
nihalti garwabhri swrupne,
chare dishaye dhari aynane,
wamang ne dakshin ang bhale
ne e angamroD, nritya padnan, lalityna srot e,
ne e bhaw, bhrubhang e awanwa, chaturya, ullas e,
bala e madmast sneh sukhman aabhe anokhi tare,
dekhi antar tript thay nahin kan? anand sho udbhwe!
achintyun thay shun lupt? chitr na chauwna tanun,
chhatan yauwan sha ena range Dhange sari jatun!
e shun wriddh hashe kani jiwanno kapi rahyo panth ne,
data gyanaprkashno, anubhwi, sarwagya sansarno;
thatan jiwanpurn shun tarawre chitra junan, nenman,
ne e chitr anek roop dhartan, ne athme shunyman!
ke e chitr hashe manujiwananun dekhay nokha rupe,
judan netr wiloktan jiwan ko ekad judi rite,
kono atmaj, nath ko awarno, bhrata, pita koino,
raje ekal weer em jagman nana rupe wistre
abuno parwte aa to,
sharde sandhyne same,
suryni ast welaye,
darshno nawlan sare

સ્રોત
- પુસ્તક : સોણલાં (પૃષ્ઠ ક્રમાંક 29)
- સર્જક : જયમનગૌરી પાઠકજી
- પ્રકાશક : પોતે
- વર્ષ : 1957