dariyaman chandnini shobha - Metrical Poem | RekhtaGujarati

દરિયામાં ચાંદનીની શોભા

dariyaman chandnini shobha

નર્મદ નર્મદ
દરિયામાં ચાંદનીની શોભા
નર્મદ

(રેખતો)

આહા પૂરી ખીલી ચંદા, શીતળ માધુરી છે સુખકંદા. આહાo

પાણી પર તે રહી પસરી રૂડી આવે લેહર મંદા. આહાo૧

શશીલીટી રૂડી ચળકે, વળી હીલે તે આનંદા. આહાoર

ઊંચે ભૂરૂં દીપે આસમાન, વચે ચંદા તે સ્વછંદા. આહાo૩

નીચે ગોરી ઠારે નેનાં, રસે ડૂબ્યા નરમદ બંદા. આહાo૪

સ્રોત

  • પુસ્તક : શ્રેષ્ઠ નર્મદ (પૃષ્ઠ ક્રમાંક 20)
  • સંપાદક : રમણ સોની
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2023