રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોએકલી ઊંબરે બેસી કાંકરા વીણતી રમા,
રાંધવા સાંજના માટે ભાત એ કરતી સમા.
મને દેખી વદી: “ભાઈ! આવોને! શીદ ઊપડ્યા?”
મેં કહ્યું: “જાઉં છું બ્હાર. ભાઈ મારા ક્યહાં ગયા?”
“ઑફિસે કામ છે તેથી મોડા એ ઘેર આવશે.”
“કામ શું? ફરવા કે સિનેમામાં ગયા હશે.” 6
“જૂઠું એ ન કહે કો દી,” —બોલતાં બોલી ત્યાં રમા,
હસીને પળમાં પાછી બની એ મગ્ન કાર્યમાં.
બજારે હું ગયો ત્યાંથી મિત્રો કૈં સાથમાં મળ્યા,
ફર્યો, વાતો કરી કૈં કૈં, છતાં યે મુજ કાનમાં
“જૂઠું એ ન કહે કો દી” શબ્દો એ ગૂંજતા રહ્યા.
દામ્પત્યસુખની આજે ઋચા બોલી ગઈ રમા. 12
ekli umbre besi kankra winti rama,
randhwa sanjna mate bhat e karti sama
mane dekhi wadih “bhai! awone! sheed upaDya?”
mein kahyunh “jaun chhun bhaar bhai mara kyhan gaya?”
“auphise kaam chhe tethi moDa e gher awshe ”
“kaam shun? pharwa ke sinemaman gaya hashe ” 6
“juthun ek na kahe ko di,’—boltan boli tyan rama,
hasine palman pachhi bani e magn karyman
bajare hun gayo tyanthi mitro kain sathman malya,
pharyo, wato kari kain kain, chhatan ye muj kanman
“juthun e na kahe ko dee” shabdo e gunjta rahya
dampatyasukhni aaje richa boli gai rama 12

સ્રોત
- પુસ્તક : કાલિંદી (પૃષ્ઠ ક્રમાંક 70)
- સર્જક : નાથાલાલ દવે
- પ્રકાશક : પોતે
- વર્ષ : 1942