savtsa - Metrical Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ગઈ કાલની અલ્લડ છોરી, આજ વત્સલા ગભીર ગોરી;

રેશમ નમણી હેતલ દોરી હાથ ધરીને ગાતી લોરી!

ગઈ કાલનાં શમણાં ધોળાં, આજે જીવન રંગ પટોળાં;

નયને છલકે નયણાં ભોળાં નરદમ કુમકુમ ગાલ કચોળાં!

ગઈ કાલ જે ઘર ઘર રમતી, આજ હથેળી લાલ હૂલવતી;

ચાળા પાડે : ડગલી ભરતી, હાથ-ટપાકે રાધે કરતી!

ગઈ કાલની બડભાગી કે ઉર સુખની છાલક વાગી;

રન્નાદેનાં દાન સુહાગી : કાળજ-કટકે માયા લાગી!

સ્રોત

  • પુસ્તક : લીલપ લાગણીની (પૃષ્ઠ ક્રમાંક 12)
  • સર્જક : જોઈતારામ પટેલ
  • પ્રકાશક : કાવ્યગોષ્ઠિ પ્રકાશન
  • વર્ષ : 1977