bhinDo bhadarwa tano - Metrical Poem | RekhtaGujarati

ભીંડો ભાદરવા તણો

bhinDo bhadarwa tano

દલપતરામ દલપતરામ
ભીંડો ભાદરવા તણો
દલપતરામ

(કુંડળિયો)

ભીંડો ભાદરવા તણો, વડને કહે સૂણ વીર,

સમાઉં નહિ હું સર્વથા, તું જા સરવર તીર;

તું જા સરવર તીર, સૂણી વડ ઉચર્યો વાણી,

વીતે વર્ષા કાળ, જઈશ હું બીજે જાણી;

દાખે દલપતરામ, વિત્યો અવસર વર્ષાનો,

ગયો સુકાઈ સમૂળ, ભીંડો તે ભાદરવાનો.

સ્રોત

  • પુસ્તક : દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 149)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2008