Bandhai gayu - Metrical Poem | RekhtaGujarati

બંધાઈ ગયું

Bandhai gayu

સુન્દરમ્ સુન્દરમ્
બંધાઈ ગયું
સુન્દરમ્

બેઠી બિસ્તર બાંધવા પ્રિય તણો લૈ ત્યાં પ્રવાસે જવા,

બાંધ્યાં કોટ ખમીસ ધોતર ડબી અસ્ત્રો અને સાબુયે,

ને ત્યાં ગાંઠ ઘણી કસી, પણ વળી મંડી સૌ છોડવા.

આવ્યો પ્રીતમ પૂછતો, 'ક્યમ અરે, પાછું બધું છોડતી?'

બોલી : 'ભૂલથી બધાંની ભળતું બંધાઈ હૈયું ગયું.'

સ્રોત

  • પુસ્તક : સુન્દરમ્-સુધા (પૃષ્ઠ ક્રમાંક 21)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.- અમદાવાદ, મુંબઈ
  • વર્ષ : 2004