ઝવેરચંદ મેઘાણી
Jhaverchand Meghani
(પૃથ્વી)
હતાં સમજણાં છતાં નવ હતું તમે પૂછિયું :
'ક્યહાં ગઈ, શું કામ મા ગઈ, રિસામણું શું થયું?'
અરે, જગતભેદતી કરુણ ચીસ પે ચીસનાં
તમેય પ્રતિઘોષ થૈ રગરગ્યાં; છતાં બાપનાં
વિનંતિવશ બાલ! મોં નીરખવાય ના આવિયાં,
વિશુદ્ધ ઇતબારનાં હૃદય રાખી ચાલ્યાં ગયાં.
ઢળ્યો દિવસ, વેદના પણ ઢળી, ભભૂકી ચિતા:
થયું સકલ ખાક : હોંશ ભરિયાં ઘરે આવતાં
તમે ઉભય ખેલીને : 'જમણ બા હશે રાંધતી'
કહી ઘર ભમી વળ્યાં, શમશમ્યાં ઉરે : બા નથી!
હશે ઇસપતાલમાં? દરદ કાંઈ ઓછું થયું?
ચલો, મળીશું? કેમ ના ઉચરતા? કહો, શું થયું?
કહ્યું શરમથી, હવે જગતમાં નથી બા રહી;
ગઈ, પણ વિદાયમાં કપટ ખેલતી બા ગઈ.
ગઈ? સુણી જરીક રડિયાં : પિતા વીનવે,
ન કો દી કટુ બોલડા કહીશ, બા વિસારો હવે!
અઢી વરસથી તમે ચુપ જબાનનો કૉલ એ
પળ્યાં પલપલે, પળ્યાં સ્વપનમાં-અને હાય, મેં?
પિતા શિશુ બન્યો : શિશુ! બની રહ્યાં તમે તાત-શાં.
નથી ખબર, અંતરે અગન કેટલી પી હસ્યાં!
સભાન સહતાં, નથી મતિહીણાં, અહો બાળુડાં!
લહો નમન તાતનાં, પ્રિય મહેન્દ્ર, પ્રિય ઇન્દિરા!
[prithwi]
hatan samajnan chhatan naw hatun tame puchhiyunh
‘kyhan gai, shun kaam ma gai, risamanun shun thayun?’
are, jagatbhedti karun chees pe chisnan
tamey pratighosh thai ragragyan; chhatan bapnan
winantiwash baal! mon nirakhway na awiyan,
wishuddh itbarnan hrday rakhi chalyan gayan
Dhalyo diwas, wedna pan Dhali, bhabhuki chitah
thayun sakal khak honsh bhariyan ghare awtan
tame ubhay khelineh ‘jaman ba hashe randhti’
kahi ghar bhami walyan, shamshamyan ureh ba nathi!
hashe isaptalman? darad kani ochhun thayun?
chalo, malishun? kem na ucharta? kaho, shun thayun?
kahyun sharamthi, hwe jagatman nathi ba rahi;
gai, pan widayman kapat khelti ba gai
gai? suni jarik raDiyanh pita winwe,
na ko di katu bolDa kahish, ba wisaro hwe!
aDhi warasthi tame chup jabanno kaul e
palyan palaple, palyan swapanman ane hay, mein?
pita shishu banyoh shishu! bani rahyan tame tat shan
nathi khabar, antre agan ketli pi hasyan!
sabhan sahtan, nathi matihinan, aho baluDan!
laho naman tatnan, priy mahendr, priy indira!
(1935)

સ્રોત
- પુસ્તક : સોના નાવડી (પૃષ્ઠ ક્રમાંક 290)
- સંપાદક : જયંત મેઘાણી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 1997