badlo! - Metrical Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

નિરાશાનું માર્યું ઉર મુજ વિમાસી તવ રહ્યું:

તને શું ના આપ્યું? તવ ચરણ મેં શું નવ ધર્યું?

મહત્ત્વાકાંક્ષાઓ મદભર બધી મુગ્ધ ઉરની,

બધાં કાવ્યો મારાં, સકળ મુજ સ્વપ્નો નિતનવાં,

બધું મેં તો તારે ચરણ ધરી દીધું હરખથી; પ

અને ધાર્યું કે સકલ રસ મારા જીવનનો

મુખે તારા મીઠું સ્મિત પ્રગટશે, ને તહીં મને

મળી રેશે મારા અરપણ તણો શ્રેષ્ઠ બદલો.

અરે ! મેં વાંછ્યું'તું સ્મિત વિણ કશું ના તુજ કને!

ન'તી વાંછી તારા તન તરુણની તાઝગી,ન વા ૧૦

હતું હૈયે સેાણું તવ નયન નિર્વાણ બનવા;

બીજાંને, એવું કંઇ મુજ કાજે પણ ચહ્યું;

હતું જાચ્યું મેં તો ઘનદળથી બિન્દુ જળતણું.

મનીષા મારી તો ઇતર સહુની જેમ સ્મિતની

સુધા તારી પ્રાશી, તુજ પ્રણયની પૂનમમહીં ૧પ

હતી મારે હૈયે જીવનરસ ઊંડો વહવવા,

અને સૌભાગ્યેાની સુખદ લહરીએ લહરવા.

છતાં યે મારે તો કરમ હતું તેટલું તે;

અને જ્યારે મારું અરપણ ગ્રહીને તુજ કને,

ઊભો જોતો તારાં ગહન નભ જેવાં નયનને, ર૦

નિરાશાએ ઘેર્યું તવ મુજ અભાગી હૃદયને.

રંગોની લીલા લલિત તવ નેત્રે પ્રગટી, કે

લસી તારા ગાલે સુરખી નવ પ્રત્યૂષ સરખી;

—અને હૃદય વિદ્ધ મારું મૃગશું પડ્યું ત્યાં ઢળી.

પરંતુ ઉરમાં થતું અવ મનેઃ નિરાશા કશેં રપ

તદા હૃદય મૂંઝવી મુજ રહી જ? વ્યામોહ શેં

ધરી હું બદલો રહ્યો તુજ કનેથી યાચી ? અને

વૃથા વણસાડી મેં પળ અનન્ય આનન્દની?

તવ પ્રણયમૂર્તિને પદ સમર્પી સર્વસ્વ હું

શકું : ક્ષણ નથી શું કૃતકૃત્યતાની સ્વયં? ૩૦

નવ ઉજાળી શકે ક્ષણ એક

સકલ જીવનની ઘન કાલિમા?

જઈ વિસરી તો પછી ક્ષણ અનન્યની ધન્યતા,

મથ્યો પ્રણયનાં તે ક્યમ હું મૂલ્યને માગવા?

અને પ્રણય એક કાં? જગતમાંહિ સર્વત્ર આ ૩પ

ગ્રહે પ્રતિવસ્તુ જ્યાં નિજ સ્વતંત્ર કો મૂલ્યને,

તહીં ક્વણ અન્ય કોઈ સમ સંભવી યે શકે?

ઉષા નભની નન્દિની, કનકવર્ણ વા સન્ધિકા,

સુહન્ત નભ પશ્ચિમે વિધુની લેખ વા વાંકડી,

અને રજતફેનિલા ગગનગંગ સોહામણી, ૪૦

અબોલ મરકન્ત મુગ્ધ દ્યુતિ શુક્રતારાતણી,

વળી ગગનગુંબજે ગરજી ને ગડૂડી રહી,

ધરા પર ઢળી ઢળી, ઉર રસોથી એનું ભરી,

પ્રતિક્ષણ નવીન રૂપ ધરી નાચતો મેહુલો,

ગંભીર અવિરામ વા રવ મહાબ્ધિના ગીતનો, ૪પ

પરાગ કુસુમોતણા, પરભૃતોતણાં કૂજનો,

મયૂરગણકંઠની રમઝટો કેકાતણી,

પ્રફુલ્લ અનિમિત્ત વા શિશુ તણી છટા હાસની,

અને સહજ પ્રસ્ત્રવે વહત લ્હાણ માતૃત્વની.

વિભૂતિ સહુ ભવ્ય વા લલિત નથી શું રહી પ૦

પરસ્પર સ્વતંત્ર મૂલ્ય નિજનું અનોખું ધરી?

અહીં કશુ અન્યની સમ રહ્યું; અને સાંપડી

શકે બદલામહીં ઈતર વસ્તુ કેરા કંઇ;

જઈ વીસરી તત્ત્વ વિવશ હૈયું મારું તદા,

મથ્યું પ્રણયનાં તે તુજશું મૂલ્યને માગવા! પપ

ડૂબે પછી કેમ અતલ એક નૈરાશ્યમાં?

ક્ષમા કર સખી! તવ સ્મિતથકી નૈરાશ્ય

મને પ્રણયનું રહસ્ય અદકું રહે દાખવી.

હવે હૃદય માહરું પ્રણયને ના માગશે

કદાપિ બદલામહીં; રસ અખૂટ એનો હશે

નહિ ગ્રહણમાં, પરંતુ નિજ દાનસાતત્યમાં,

અને તવ પદે નિરંતર શકે જો ઢળી

હશે હૃદય કાજ શી ઇતર લ્હાણ સૌભાગ્યની?

રપ : માર્ચ : ૧૯૩૯

સ્રોત

  • પુસ્તક : આરાધના (પૃષ્ઠ ક્રમાંક 166)
  • સર્જક : મનસુખલાલ ઝવેરી
  • પ્રકાશક : આર. આર. શેઠ
  • વર્ષ : 1939