shaishav-smruti - Metrical Poem | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

શૈશવ-સ્મૃતિ

shaishav-smruti

મહેશ જોશી મહેશ જોશી
શૈશવ-સ્મૃતિ
મહેશ જોશી

મારો બધો શૈશવનો ખજાનો;

કોડી, લખોટી, છીપલાં, ચણોઠી,

હજુય છે બદ્ધ સ્મૃતિ તળે રહ્યાં;

જે ગ્રીષ્મની કોઈ બપોર વેળા

ઉત્તાલ સૂરે ઉપન્યો હતો તે

વિહંગનો કંઠધ્વનિ, અચિંત;

ને પદ્મના કોશ મહીં પ્રસુપ્ત

કો રાજકન્યા તણી વારતાને

મૂકી અધૂરી નતનેત્ર દાદા

ઝૂક્યા (ઝૂલે ખાટ હજુ ય), ને જે

કીચૂડ કેરો લય બદ્ધ;–તે સ્મરું.

મારી બધી શૈશવની સ્મૃતિ અરે

વ્હીલની ઘર્ઘરમાં વિસ્મરું.

સ્રોત

  • પુસ્તક : યતિભંગ (પૃષ્ઠ ક્રમાંક 8)
  • સર્જક : મહેશ જોશી
  • પ્રકાશક : શ્રેયસ જામનગર
  • વર્ષ : 1975