અડવાને આ શું થયું? વાળ્યું પદ્માસંન;
ભીતર ઢાળ્યું મંન, આંખોયે મીંચી ગયો.
કાન કશુંય ધરે નહીં, મુખથી વદે ન વાણ;
હસવામાંયે હાણ, કશુંક કેવું થઈ ગયું!
સપનામાં જોયાં હશે સરગાપર કે નર્ક?!
કર્યા કરો ને તર્ક, ઉકેલ એકે ના મળે.
રાખી બાધા આખડી અડવીએ બે–પાંચ;
રખે ન આવે આંચ; ભૂવા જાગરિયા કર્યા.
અંતે અડવો ઓચર્યો ખોલી અડધી આંખ :
ધારી બેઠા કાંક? શબ્દ શોધવા હું ગયો!
ભાગ્ય ફૂટલું નીકળ્યું, મળ્યો ન અક્ષર એક;
લઉં છઉં આજે ટેક : હવે વિવેચક થૈશ હું!
aDwane aa shun thayun? walyun padmasann;
bhitar Dhalyun mann, ankhoye minchi gayo
kan kashunya dhare nahin, mukhthi wade na wan;
haswamanye han, kashunk kewun thai gayun!
sapnaman joyan hashe sargapar ke nark?!
karya karo ne tark, ukel eke na male
rakhi badha akhDi aDwiye be–panch;
rakhe na aawe anch; bhuwa jagariya karya
ante aDwo ocharyo kholi aDdhi aankh ha
dhari betha kank? shabd shodhwa hun gayo!
bhagya phutalun nikalyun, malyo na akshar ek;
laun chhaun aaje tek ha hwe wiwechak thaish hun!

સ્રોત
- પુસ્તક : શેષવિશેષ ૮૪ (પૃષ્ઠ ક્રમાંક 14)
- સંપાદક : હરીશ મીનાશ્રુ, પ્રમોદકુમાર પટેલ
- પ્રકાશક : ચારુતર વિદ્યામંડળ
- વર્ષ : 1986