ફટ રે મૂઆ કાળ! અરે! તેં ઝાડને માર્યું!
ફટ રે કાયર! મારીમારી ને ઝાડને માર્યું!
હાય...રે મારી નીંઘલેલી મોલાતને મારી,
હાય...રે મારા છાંયડાની સોગાતને મારી,
હાય...રે મારી રાત,
મારી વાત
કે...મારી આખેઆખી જાતને મારી!
જા...રે તારું ઊધઈ ખાધું મૂળ ન રે’જો,
જા... રે તારું ખંધું, ખૂટલ કુળ ન રે’જો,
આજથી રે ધગધગ નિસાસા દઉં તને,
આજથી રે રગરગ સબાકા દઉં તને.
હાય...રે વેડી ડાળ,
વેડી ફાળ,
કે... મને માંડ મળેલી ભાળને વેડી!
અબઘડીથી રૂંવેરૂંવે કોઢિયો થાજે!
અબઘડીથી ખેતર વચ્ચે ચાડિયો થાજે!
મર્ય... રે મારાં ગુલમહોરી ગાનના વેરી,
મર્ય..રે મારાં ફૂલગુલાબી પાનના વેરી,
મર્ય... રે વેરી કાળ,
તને દઉં ગાળ,
તેં મારી નાળ વધેરી.
હાય... રે ભૂંડાભૂખ, તને ન જાણ તેં મારા હાડને માર્યું!
હાય...રે. નરનખ્ખોદ, તેં રાતોરાત મારા ઝાડને માર્યું!
phat re mua kal! are! ten jhaDne maryun!
phat re kayar! marimari ne jhaDne maryun!
hay re mari ninghleli molatne mari,
hay re mara chhanyDani sogatne mari,
hay re mari raat,
mari wat
ke mari akheakhi jatne mari!
ja re tarun udhi khadhun mool na re’jo,
ja re tarun khandhun, khutal kul na re’jo,
ajthi re dhagdhag nisasa daun tane,
ajthi re ragrag sabaka daun tane
hay re weDi Dal,
weDi phaal,
ke mane manD maleli bhalne weDi!
abaghDithi runwerunwe koDhiyo thaje!
abaghDithi khetar wachche chaDiyo thaje!
marya re maran gulamhori ganna weri,
marya re maran phulagulabi panna weri,
marya re weri kal,
tane daun gal,
ten mari nal wadheri
hay re bhunDabhukh, tane na jaan ten mara haDne maryun!
hay re narnakhkhod, ten ratorat mara jhaDne maryun!
phat re mua kal! are! ten jhaDne maryun!
phat re kayar! marimari ne jhaDne maryun!
hay re mari ninghleli molatne mari,
hay re mara chhanyDani sogatne mari,
hay re mari raat,
mari wat
ke mari akheakhi jatne mari!
ja re tarun udhi khadhun mool na re’jo,
ja re tarun khandhun, khutal kul na re’jo,
ajthi re dhagdhag nisasa daun tane,
ajthi re ragrag sabaka daun tane
hay re weDi Dal,
weDi phaal,
ke mane manD maleli bhalne weDi!
abaghDithi runwerunwe koDhiyo thaje!
abaghDithi khetar wachche chaDiyo thaje!
marya re maran gulamhori ganna weri,
marya re maran phulagulabi panna weri,
marya re weri kal,
tane daun gal,
ten mari nal wadheri
hay re bhunDabhukh, tane na jaan ten mara haDne maryun!
hay re narnakhkhod, ten ratorat mara jhaDne maryun!
સ્રોત
- પુસ્તક : રેખ્તા ગુજરાતી માટે કવિએ પોતે પસંદ કરેલી કૃતિ.