mane ke’jo ke anan mokle - Lokgeeto | RekhtaGujarati

માને કે’જો કે આણાં મોકલે

mane ke’jo ke anan mokle

માને કે’જો કે આણાં મોકલે

ચાંદલિયા વીર! માને કે’જો કે આણાં મોકલે.

ચાંદલિયા વીર! માને કે’જો કે આણાં મોકલે.

મારો સસરો તી સાંઢીયા જેવડો,

કાંઈ ડગ ડગ કરે, કાંઈ ડગ ડગ કરે,

ચાંદલિયા વીર! માને કે’જો કે આણાં મોકલે.

મારી સાસુ તી મરચાં જેવડી,

કાંઈ તીખી લાગે, કાંઇ તીખી લાગે,

ચાંદલિયા વીર! માને કે’જો કે આણાં મોકલે.

મારો જેઠ તી જોડા જેવડો,

કાંઈ કિચૂડ કરે, કાંઈ કિચૂડ કરે,

ચાંદલિયા વીર! માને કે’જો કે આણાં મોકલે.

મારો દેર તી દેડકા જેવડો,

કાંઈ ડેં ડેં કરે, કાંઈ ડેં ડેં કરે,

ચાંદલિયા વીર! માને કે’જો કે આણાં મોકલે.

મારી નણંદ તી વીંછણ જેવડી,

કાંઈ ચટકા ભરે, કાંઈ ચટકા ભરે,

ચાંદલિયા વીર! માને કે'જો કે આણાં મોકલે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતનાં લોકગીતો (પૃષ્ઠ ક્રમાંક 130)
  • સંપાદક : ખોડીદાસ પરમાર
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2018
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ