sag sisamno Dholiyo - Lokgeeto | RekhtaGujarati

સાગ સિસમનો ઢોલિયો

sag sisamno Dholiyo

સાગ સિસમનો ઢોલિયો

સાગ સિસમનો ઢોલિયો,

અમરાડમરાના વાણ.

ગાલમ મસૂરના તકિયા,

મખમલની તળાયું.

ત્યાં ચડી કૃષ્ણ પોઢસે,

રુક્ષ્મણી ઢોળે છે વાય.

વાય ઢોળતાં પૂછીયું,

સ્વામિ સૂણો મારી વાત.

જેવા ભાભીને તનમનિયા,

તેવા અમને ઘડાવો.

સંપત હોય તો ઘડાવિયે,

કોઈનો વાદ વદીએ.

વીરા બળભદ્ર તમને વિનવું,

આડી વંડિયું ચણાવો.

તમારા ગોરાંદેને તનમનિયાં,

અમારા ઘરમાં વઢવેડ.

વીરા કૃષ્ણ શું મુંઝવે,

વહુને તનમનિયા ઘડાવું.

નવા નગરના સોનિડા,

સામે ઓરડે બેસાડું.

અમારા ગોરાને તનમનિયા,

તેથી સવાયા કરાવું.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 20)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964