oja mati kyanthi lawyo? - Lokgeeto | RekhtaGujarati

ઓજા માટી ક્યાંથી લાવ્યો?

oja mati kyanthi lawyo?

ઓજા માટી ક્યાંથી લાવ્યો?

ઓજા માટી ક્યાંથી લાવ્યો? ક્યાં ચીકવી રે?

ગંગામાંથી માટી લાવ્યો? દૂધે ચીકવી રે?

પ્રતાપભાઈની દીકરી પરણે, ચોરી ચીતરી રે!

જયાવહુના જન્મ્યા પરણે, ચોરી ચીતરી રે!

પુષ્કરભાઈની ભત્રીજી પરણે, ચોરી ચીતરી રે!

નાનાભાઈની ભાણેજ પરણે, ચોરી ચીતરી રે!

સોનલ બેનની બેની પરણે, ચોરી ચીતરી રે!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 22)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964