san - Lokgeeto | RekhtaGujarati

સાન

san

સાન

મીઠી ને વાગે રે વનમાં વાંસળી રે લોલ,

સાંભળતાં વ્યાકુળ થઈ વ્રજની નાર જો; મીઠી.

પાણીડાંને મસે રે ગોપી જોવા નિસરી રે લોલ,

બેડું મૂકયું સરોવરની પાળ જો;

ઊંઢાણી વળગાડી આંબાડાળ જો; મીઠી.

નીરને ભૂલી રે હરિને શોધતાં રે લોલ,

દેખું ક્યાંય નંદજીનો લાલ જો; મીઠી.

સખીએ માણસ તો હળવે શું આવે નહીં રે લોલ,

અમે કરતાં જપતપ તીરથ દાન જો; મીઠી.

સફળ થયો જન્મારો સખી, એક સેહેજમાં રે લોલ,

આંખલડી કીધી મુજને સાન જો; મીઠી.

સખી, જોતા ને જોતાં રે મળિયાં કુંજમાં રે લોલ,

શામળિયા પ્રભુ સોંપ્યા તમને પ્રાણ જો; મીઠી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 77)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, વસંત જોધાણી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968