wrajman chandaliyo ugyo re - Lokgeeto | RekhtaGujarati

વ્રજમાં ચાંદલિયો ઉગ્યો રે

wrajman chandaliyo ugyo re

વ્રજમાં ચાંદલિયો ઉગ્યો રે

વ્રજમાં ચાંદલિયો ઉગ્યો રે, મારે મન સૂરજ દવ લાગ્યો;

કા’ન તમે આવ્યા તો મા’રાજ, મારે ઘેર ઉતારા કરતા જાવ.

ઉતારા નહીં કરીએ ગોરી રે, સંગાથે ભાઈબંધની ટોળી;

ભાઈબંધ જાશે એને ઘેર, આપણે કરશું લીલા લેર.

વ્રજમાં ચાંદલીયો ઉગ્યો રે, મારે મન સૂરજ દવ લાગ્યો;

કા’ન તમે આવ્યા તો મા’રાજ, મારે ઘેર દાતણ કરતા જાવ.

દાતણ નહીં કરીએ ગોરી રે, સંગાથે ભાઈબંધની ટોળી;

ભાઈબંધ જાશે એને ઘેર, આપણે કરશું લીલા લે’ર.

વ્રજમાં ચાંદલિયો ઉગ્યો રે, મારે મન સૂરજ દવ લાગ્યો;

કા’ન તમે આવ્યા છો મા’રાજ, મારે ઘેર ભોજન કરતા જાવ.

ભોજન નહીં કરીએ ગોરી રે, સંગાથે ભાઈબંધની ટોળી;

ભાઈબંધ જાશે એને ઘેર, આપણે કરશું લીલા લે’ર.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 218)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, હરિલાલ કાળીદાસ મોઢા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966