wirane bape wawDi goDawi - Lokgeeto | RekhtaGujarati

વીરાને બાપે વાવડી ગોડાવી

wirane bape wawDi goDawi

વીરાને બાપે વાવડી ગોડાવી

વીરાને બાપે વાવડી ગોડાવી વાવલડીનું પાંણી રે

લાડેણીને બાપે ડોબેણાં ડોળાવ્યાં, ડોબેણાનો રગડો રે

નાનો લાડો નાય રે નાનો લાડો નાય, વાવડીનું પાંણી રે

ઘેડી લાડી નાય રે ઘેડી લાડી નાય, ડોબેણાનો રગડો રે

વીરાને બાપે બંગલા બનાવ્યા બંગલાનો વાસો રે

ઘેડીને બાપે ઝુંપડાં બનાવ્યાં ઝુંપડાનો વાસો રે

નાનો લાડો નાય રે નાનો લાડો નાય, વાવડીનું પાંણી રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 157)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, રતિલાલ નાથજી પાઠક.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959