wewayono manDwo - Lokgeeto | RekhtaGujarati

વેવાયોનો માંડવો.

wewayono manDwo

વેવાયોનો માંડવો.

વેવાયોના માંડવે રમવાને ગ્યાંતા,

પરાણે પાળી ઇંડું વળગાડ્યું રે.

મારા બાલુભાઈને......................

અમારા બાબુભાઈ બાળાને ભોળા,

જગના ધૂતારા પેલા વેવાઈ રે.

વેવાયોને માંડવે જમવાને ગ્યાંતા

છૂટા ચોખાને ચપટી ખાંડ રે.

મારા હોંશી વેવાયો રે

હોંશે જમાડ્યા અમને ખાંતે જમાડ્યા.

હોંશી વેવાયો, ખાંતી વેવાયો.

હોંશી વેવાયોને માંડવે જમવાને ગ્યાંતા.

કાચા ચોખાને કળશી કાંકરા રે

મારા હોંશી વેવાયો રે....................

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 10)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, જોરાવરસિંહ જાદવ, સજ્જનકુમારી જે. જાદવ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964