વારજો
warjo
આંબો મોર્યો ને લીંબે પાંદડાં રે લોલ,
જેના ઝરમરિયારા પાન; ઘેલું બોલું તો સગા, વારજો રે લોલ.
રાંધણવારી રે વેવાણ ચામડી રે લોલ,
જમણવારા હોંશીલાભાઈ સેણ રે;
ઘેલું બોલું તો સગા, વારજો રે લોલ.
જમતાં ને જોઉં તારી આંગડી રે લોલ,
સગા ચાલતાં ને જોઉં તારી ચાલ રે;
ઘેલું બોલું તો સગા, વારજો રે લોલ.
ફલાણાભાઈ ચડ્યા રૂડા આયણે રે લોલ.
જેંજા સોસો સિપાઈયેંજા સાથ રે;
ઘેલું બોલું તો સગા, વારજો રે લોલ.
ફલાણાભાઈ ચડ્યા રૂડા આયણે રે લોલ,
જેંજી સોના તલવાર, રૂપા ઢાલ રે;
ઘેલું બોલું તો સગા, વારજો રે લોલ.
હોંશીલાભાઈએ માર્યો રૂડો મરઘલો રે લોલ,
ફલાણા વેવાઈએ મારઈ રૂડી ઢેલ રે;
ઘેલું બોલું તો સગા, વારજો રે લોલ.
ફલાણા વેવાઈ બૈયરજા ચાગલા રે લોલ,
જેંજી મૂછે તો મોરિયેંજા ચોક રે;
ઘેલું બોલું તો સગા, વારજો રે લોલ.
aambo moryo ne limbe pandDan re lol,
jena jharamariyara pan; ghelun bolun to saga, warjo re lol
randhanwari re wewan chamDi re lol,
jamanwara honshilabhai sen re;
ghelun bolun to saga, warjo re lol
jamtan ne joun tari angDi re lol,
saga chaltan ne joun tari chaal re;
ghelun bolun to saga, warjo re lol
phalanabhai chaDya ruDa aayne re lol
jenja soso sipaiyenja sath re;
ghelun bolun to saga, warjo re lol
phalanabhai chaDya ruDa aayne re lol,
jenji sona talwar, rupa Dhaal re;
ghelun bolun to saga, warjo re lol
honshilabhaiye maryo ruDo maraghlo re lol,
phalana wewaiye mari ruDi Dhel re;
ghelun bolun to saga, warjo re lol
phalana wewai baiyarja chagla re lol,
jenji muchhe to moriyenja chok re;
ghelun bolun to saga, warjo re lol
aambo moryo ne limbe pandDan re lol,
jena jharamariyara pan; ghelun bolun to saga, warjo re lol
randhanwari re wewan chamDi re lol,
jamanwara honshilabhai sen re;
ghelun bolun to saga, warjo re lol
jamtan ne joun tari angDi re lol,
saga chaltan ne joun tari chaal re;
ghelun bolun to saga, warjo re lol
phalanabhai chaDya ruDa aayne re lol
jenja soso sipaiyenja sath re;
ghelun bolun to saga, warjo re lol
phalanabhai chaDya ruDa aayne re lol,
jenji sona talwar, rupa Dhaal re;
ghelun bolun to saga, warjo re lol
honshilabhaiye maryo ruDo maraghlo re lol,
phalana wewaiye mari ruDi Dhel re;
ghelun bolun to saga, warjo re lol
phalana wewai baiyarja chagla re lol,
jenji muchhe to moriyenja chok re;
ghelun bolun to saga, warjo re lol



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 80)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પ્રા. નાગજીભાઈ કે.ભટ્ટી (આ ગીત શ્રી અને શ્રીમતી લક્ષ્મીનારાયણ લાલજીભાઈ જોશી પાસેથી મળેલ.)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968