wanmali - Lokgeeto | RekhtaGujarati

વનમાળી

wanmali

વનમાળી

મારી સોનાની ઈંઢાણી રે, વિઠલા વનમાળી.

મારું રૂપલિયાનું બેડું રે, વિઠલા વનમાળી.

હું તો સરોવર પાણી ગઈ’તી રે, વિઠલા વનમાળી.

કાંઠે ઉભો કાનુડો દાણી રે, વિઠલા વનમાળી.

કાન કરજે કાંકરીનો ચારો રે, વિઠલા વનમાળી.

મારી કોરી ગાગર નંદવાશે રે, વિઠલા વનમાળી.

ઘેર જાશું તો સાસરા ખીજાશેરે, વિઠલા વનમાળી.

મારી સાસુડી દેશે ગાર્ય, વિઠલા વનમાળી.

હું તો સરોવર પાણી ગઈતી રે, વિઠલા વનમાળી.

કાંઠે ઉભો કાનુડો દાણી રે, વિઠલા વનમાળી.

કાન કરજે કાંકરીનો ચારો રે, વિઠલા વનમાળી.

ઘેર જશું તો જેઠજી ખીજાશે, વિઠલા વનમાળી.

મારી જેઠાણી દેશે ગાર્ય, વિઠલા વનમાળી.

હું તો સરોવર પાણી ગઈ’તી રે વિઠલા વનમાળી.

કાંઠે ઉભો કાનુડો દાણી રે, વિઠલા વનમાળી.

કાન કરજે કાંકરીનો ચારો રે, વિઠલા વનમાળી.

મારી કોરી ગાગર નંદવાશે રે, વિઠલા વનમાળી.

ઘેર જશું તો દેરજી ખીજાશે, વિઠલા વનમાળી.

મારી દેરાણી દેશે ગાર્ય, વિઠલા વનમાળી.

હું તો સરોવર પાણી ગઈ’તી રે, વિઠલા વનમાળી.

કાંઠે ઊભો કાનુડો દાણી રે, વિઠલા વનમાળી.

કાન કરજે કાંકરીને ચારો રે, વિઠલા વનમાળી.

મારી કોરી ગાગર નંદવાશે રે, વિઠલા વનમાળી.

ઘેર જાશું તો પરણ્યો ખીજાશે રે, વિઠલા વનમાળી.

મારી નણંદબા દેસે ગાર્ય, વિઠલા વનમાળી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– 7 (પૃષ્ઠ ક્રમાંક 74)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કા. મોઢા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968