wanjar pale ubhi - Lokgeeto | RekhtaGujarati

વણજાર પાળે ઊભી

wanjar pale ubhi

વણજાર પાળે ઊભી

હુંયે તુજને પૂછું મારા નણંદના વીર રે;

વરસાવે મોંઘેરો મેઘ રે...વણઝાર પાળે ઊભી.

ઝરમર ઝરમર વરષા વરસતી રે;

ભાભીનાં ભીંજાય ચીર રે...વણઝાર પાળે ઊભી.

હુંને તને પૂછું મારા બાંધવાની જોડ રે;

રોપણી રોપતાં વરસાવે હેત રે...વણઝાર પાળે ઊભી.

હવે શોભે મારા બાંધવાની જોડ રે;

કાદવ ખૂંદાવે ધૂમ ચાલ રે...વણઝાર પાળે ઊભી.

મેહુલો વરસાવે, વા’લો રોપણી રોપાવે રે;

સંગે સખીઓની જોડ રે...વણઝાર પાળે ઊભી.

રોપણી રોપાય, મારું મનડું હરખાય રે;

સંગે સખીઓની જોડ રે...વણઝાર પાળે ઊભી.

ખેતરની પાળે મારો નાવલિયો ઊભો રે;

સંગે કનૈયાનો સાથ રે...વણઝાર પાળે ઊભી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૭ (પૃષ્ઠ ક્રમાંક 101)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, વસંત જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968