waniyawaD gai’ti - Lokgeeto | RekhtaGujarati

વાણિયાવાડ ગઈ’તી

waniyawaD gai’ti

વાણિયાવાડ ગઈ’તી

વાણિયાવાડ ગઈ’તી હું બાઈ નવટાંકી.

નવટાંક ધૂપેલ લાવી હું બાઈ નવટાંકી.

મેં મારી નણદીએ માથે ઘાલ્યું બાઈ નવટાંકી

વધ્યું એટલું છાલીમેં રેડ્યું બાઈ નવટાંકી

હઈડફઈડ પાડોશણ આવી બાઈ નવટાંકી

નવટાંક ધૂપેલ ઢોળી દીધું બાઈ નવટાંકી

ઓરડો પરસાળ રેલમરેલ રે બાઈ નવટાંકી

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 208)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, જગજીવનદાસ દયાળજી મોદી અને જગમોહન મોદી
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957