વાણિયાણી
waniyani
વે’લ વાડામાં વારજો રે, વાણિયાણી.
બરધ ગમાણે બાંધજો રે, વાણિયાણી.
ઓગઠ ઉકરડે નાખજો રે, વાણિયાણી.
સસરા, સાસુડીને વારજો રે, વાણિયાણી.
મને દી’યે દરાવે, રાતે કંતાવે;
પરોઢિયે પાણી મોકલે રે, વાણિયાણી.
વે’લ વાડામાં વારજો રે, વાણિયાણી.
બરધ ગમાણે બાંધજો રે, વાણિયાણી.
ઓગઠ ઉકરડે નાખજો રે, વાણિયાણી.
જેઠ, જેઠાણીને વારજો રે, વાણિયાણી.
મને દી’યે દરાવે, મને રાતે કંતાવે,
પરોઢિયે પાણી મોકલે રે, વાણિયાણી.
વે’લ વાડામાં વારજો રે, વાણિયાણી.
બરધ ગમાણે બાંધજો રે, વાણિયાણી.
ઓગઠ ઉકરડે નાખજો રે, વાણિયાણી.
દેર દેરાણીને વારજો રે, વાણિયામી.
મને દી’યે દરાવે, મને રાતે કંતાવે,
પરોઢિયે પાણી મોકલે રે, વાણિયાણી.
we’la waDaman warjo re, waniyani
baradh gamane bandhjo re, waniyani
ogath ukarDe nakhjo re, waniyani
sasra, sasuDine warjo re, waniyani
mane di’ye darawe, rate kantawe;
paroDhiye pani mokle re, waniyani
we’la waDaman warjo re, waniyani
baradh gamane bandhjo re, waniyani
ogath ukarDe nakhjo re, waniyani
jeth, jethanine warjo re, waniyani
mane di’ye darawe, mane rate kantawe,
paroDhiye pani mokle re, waniyani
we’la waDaman warjo re, waniyani
baradh gamane bandhjo re, waniyani
ogath ukarDe nakhjo re, waniyani
der deranine warjo re, waniyami
mane di’ye darawe, mane rate kantawe,
paroDhiye pani mokle re, waniyani
we’la waDaman warjo re, waniyani
baradh gamane bandhjo re, waniyani
ogath ukarDe nakhjo re, waniyani
sasra, sasuDine warjo re, waniyani
mane di’ye darawe, rate kantawe;
paroDhiye pani mokle re, waniyani
we’la waDaman warjo re, waniyani
baradh gamane bandhjo re, waniyani
ogath ukarDe nakhjo re, waniyani
jeth, jethanine warjo re, waniyani
mane di’ye darawe, mane rate kantawe,
paroDhiye pani mokle re, waniyani
we’la waDaman warjo re, waniyani
baradh gamane bandhjo re, waniyani
ogath ukarDe nakhjo re, waniyani
der deranine warjo re, waniyami
mane di’ye darawe, mane rate kantawe,
paroDhiye pani mokle re, waniyani



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– 7 (પૃષ્ઠ ક્રમાંક 57)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કા. મોઢા.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968