wanawagDaman dhamke ghugharmal - Lokgeeto | RekhtaGujarati

વનવગડામાં ધમકે ઘુઘરમાળ

wanawagDaman dhamke ghugharmal

વનવગડામાં ધમકે ઘુઘરમાળ

વનવગડામાં ધમકે ઘુઘરમાળ, લાખો દિયેર વાણે આવિયો,

ઊગ્યા ઊગ્યા સૂરજ ને શ્રી ભાણ, દાદો શેહેરમાં સિધારિયા,

હોર્યાં હોર્યાં હીર ને વળી ચીર, હોર્યાં પાંચ પટાનો ઘાઘરો.

ઊગ્યા ઊગ્યા સૂરજ ને શ્રી ભાણ, વીરો શેહેરમાં સિધારિયા,

લાવ્યા લાવ્યા તેલ ને ધૂપેલ, લાવ્યા લાવ્યા ફૂમતિયાળી કાંસકી.

ઊગ્યા ઊગ્યા સૂરજ ને શ્રીભાણ, ભાભી શેહેરમાં સિધારિયાં,

લાવ્યાં લાવ્યાં કંકુ ને કેસર, લાવ્યાં લાવ્યાં મોં જોયાની આરસી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 213)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, જગજીવનદાસ દયાળજી મોદી અને જગમોહન મોદી
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957