walamiyo - Lokgeeto | RekhtaGujarati

વાલમિયો

walamiyo

વાલમિયો

ચૂંદડીનો વો’રનાર ના આયો;

કે કોઈએ દીઠો વાલમિયો?

ઘડિયાલની પોળમાં ગ્યો’તો;

કે ચૂંદડી લેવા વાલમિયો.

પાટણની બોળી બજારૂં,

કે ભૂલો પડ્યો વાલમિયો.

હું તો વાટડી જોતાં થાકી;

કે રાતલડી આખી, વાલમિયો.

વાટડી જોઉં ને આંખડી રાતી;

કે હૈયાની હાટડી ઊઘાડી વાલમિયો.

અનાવાડે તો ઊભો;

કે મેં આવતાં દીઠો વાલમિયો.

ચૂંદડી કે ચૂડી ના લાયો;

કે હેમખેમ આયો વાલમિયો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 200)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, રાજન શકરાભાઈ પટણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968