વાજાં વાગ્યાં
wajan wagyan
અંતર જંતરનાં વાજા વાગ્યાં રે લોલ,
વાગ્યા વાગ્યા તાંબાળુ ઢોલ;
હું તો નઈં જાઉં મારી સાસરી રે લોલ.
સાસરે જાઉં તો સાસુ બોલશે રે લોલ,
મારા સસરાજીના કવઠા બોલ;
હું તો નઈં જાઉં મારી સાસરી રે લોલ.
સાસરે જાઉં તો જેઠાણી બોલશે રે લોલ,
મારા જેઠજીના કવઠા બોલ;
હું તો નઈં જાઉં મારી મારી સાસરી રે લોલ,
સાસરે જાઉં તો દેરાણી બોલશે રે લોલ.
મારા દિયરના કવઠા બોલ;
હું તો નઈં જાઉં મારી સાસરી રે લોલ,
અંતર જંતરનાં વાજાં વાગ્યાં રે લોલ,
વાગ્યા વાગ્યા તાંબાળું ઢોલ,
હું તો નઈં જાઉં મારી સાસરી રે લોલ,
antar jantarnan waja wagyan re lol,
wagya wagya tambalu Dhol;
hun to nain jaun mari sasri re lol
sasre jaun to sasu bolshe re lol,
mara sasrajina kawtha bol;
hun to nain jaun mari sasri re lol
sasre jaun to jethani bolshe re lol,
mara jethjina kawtha bol;
hun to nain jaun mari mari sasri re lol,
sasre jaun to derani bolshe re lol
mara diyarna kawtha bol;
hun to nain jaun mari sasri re lol,
antar jantarnan wajan wagyan re lol,
wagya wagya tambalun Dhol,
hun to nain jaun mari sasri re lol,
antar jantarnan waja wagyan re lol,
wagya wagya tambalu Dhol;
hun to nain jaun mari sasri re lol
sasre jaun to sasu bolshe re lol,
mara sasrajina kawtha bol;
hun to nain jaun mari sasri re lol
sasre jaun to jethani bolshe re lol,
mara jethjina kawtha bol;
hun to nain jaun mari mari sasri re lol,
sasre jaun to derani bolshe re lol
mara diyarna kawtha bol;
hun to nain jaun mari sasri re lol,
antar jantarnan wajan wagyan re lol,
wagya wagya tambalun Dhol,
hun to nain jaun mari sasri re lol,



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 205)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, રાજન શકરાભાઈ પટણી)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968