waghelo wahanawti - Lokgeeto | RekhtaGujarati

વાઘેલો વહાણવટી

waghelo wahanawti

વાઘેલો વહાણવટી

વાઘેલો મનસૂબો ધારે રે, ઢમ્મ રે વાઘેલોના રાજમેં.

સાગ વઢાવું સાગ સીસમો, ઢમ્મ રે વાઘેલોના રાજમેં.

અમદાવાદી સુતારી બોલાવું રે, ઢમ્મ રે વાઘેલોના રાજમેં.

ઝીણાં ઝીણાં પાટિયાં પડાવું રે, ઢમ્મ રે વાઘેલોના રાજમેં.

કાચા પાકા બાવળિયા વેરાનો રે, ઢમ્મ રે વાઘેલોના રાજમેં.

સૂરતના સુતારી તેડાવો રે, ઢમ્મ રે વાઘેલોના રાજમેં.

હોડીઓ ઘડાવો રે, ઢમ્મ રે વાઘેલોના રાજમેં.

વાઘેલો મનસૂબો ધારે રે, ઢમ્મ રે વાઘેલોના રાજમેં.

મંમઈના લુવારી બોલાવો રે, ઢમ્મ રે વાઘેલોના રાજમેં.

હોડીઓ જડાવો રે, ઢમ્મ રે વાઘેલોના રાજમેં.

વાઘેલો મનસૂબો ધારે રે, ઢમ્મ રે વાઘેલોના રાજમેં.

સૂરતના રંગારી તેડાવો રે, ઢમ્મ રે વાઘેલોના રાજમેં.

હોડીઓ રંગોવો રે, ઢમ્મ રે વાઘેલોના રાજમેં.

વાઘેલો મનસૂબો ધારે રે, ઢમ્મ રે વાઘેલોના રાજમેં.

હોડીઓમેં કોણ છે બેઠેલો રે, ઢમ્મ રે વાઘેલોના રાજમેં.

હોડીઓમેં વાઘેલો બેઠેલો રે, ઢમ્મ રે વાઘેલોના રાજમેં.

ભાર્ય રે માછીડા વીરા વીનવું રે, ઢમ્મ રે વાઘેલોના રાજમેં.

હોડીએ હલકારો રે, ઢમ્મ રે વાઘેલોના રાજમેં.

અરધી રેવામાં હોડી ઠરી રે, ઢમ્મ રે વાઘેલોના રાજમેં.

હરસીંગ માનતાઓ જોડે રે, ઢમ્મ રે વાઘેલોના રાજમેં.

જોડ જોડ માનતા રાખે રે, ઢમ્મ રે વાઘેલોના રાજમેં.

જોડ જોડ નાળિયેરાં ફોડે રે, ઢમ્મ રે વાઘેલોના રાજમેં.

વાઘેલો મનસૂબો ધારે રે, ઢમ્મ રે વાઘેલોના રાજમેં.

રસપ્રદ તથ્યો

સીમેલના રાઠવા કોળી પાસેથી મળેલ પાઠ

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 239)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, રેવાબહેન તડવી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966