waDye karelino welo - Lokgeeto | RekhtaGujarati

વાડ્યે કારેલીનો વેલો

waDye karelino welo

વાડ્યે કારેલીનો વેલો

વાડ્યે કારેલીનો વેલો, રંગ ફૂલડાં!

કારેલાં વેણવા જઈ’તી, રંગ ફૂલડાં!

ત્યાં ડસીએલ કાળુડો નાગ રંગ ફૂલડાં!

ગોરાં શરીર કાંય લીલાં કાચ, રંગ ફૂલડાં!

મારી હીરના દોરલિયાની કોહું, રંગ ફૂલડાં!

તો ફટાક દઈને તૂટી, રંગ ફૂલડાં!

વાટે જતા વટેમારગુ, રંગ ફૂલડાં!

વીરા સંદેશો લઈ જાવ, રંગ ફૂલડાં!

માડીને જઈને એટલું કે’જો, રંગ ફૂલડાં!

એને ડસીયેલ કાળુડો નાગ, રંગ ફૂલડાં!

મારા વીરાને જઈને કે’જો, રંગ ફૂલડાં!

લખિયા વિધાતાના લેખ, રંગ ફૂલડાં!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 277)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, નિરંજન સરકાર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966