waDu waDodra shaher re - Lokgeeto | RekhtaGujarati

વડુ વડોદરા શહેર રે

waDu waDodra shaher re

વડુ વડોદરા શહેર રે

વડુ વડોદરા શહેર રે, બાલમાં!

ત્યાં છે ક્યો કુંભાર રે, બાલમાં!

ત્યાં છે મોહન કુંભાર રે, બાલમાં!

નાની સરખી તોરડી ઘડજે રે, બાલમાં!

તોરડી પરમાણે રૂડા ઢાંકણા રે, બાલમાં!

કયી બેન રાંધે પાતળા રે, બાલમાં!

પન્નાબેન રાંધે પાતળા રે, બાલમાં!

પાદરે ઘુઘરા ખખડ્યા રે, બાલમાં!

ઉંબરે જોડા કાઢ્યા રે, બાલમાં!

ખીંટીએ પાઘડી ભેરવી રે, બાલમાં!

એટલે રે આવ્યા મીનાબેનના બાપા

બરફીની ટોપલી લાવ્યા રે બાલમાં—વડુ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 87)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી, કુસુમબેન ધીરુભાઈ મહેતા, સુધાબેન ધીરુભાઈ મહેતા, અનિલાબહેન ધીરુભાઈ મહેતા
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963