વા’લો ચૌદ ભુવનથી ઉતર્યા
wa’lo chaud bhuwanthi utarya
વા’લો ચૌદ ભુવનથી ઉતર્યા;
ઉતર્યા જી નંદને ઘેર, લાલા ગિરધારી!
વા’લે ચૌદ ભવન રચાવિયાં,
રચાવ્યાં છે આભ ને પાતાળ; લાલા ગિરધારી!
મામો કંસ કંકોતરી મોકલે,
જઈ દેજો ભાણેજોને હાથ; લાલા ગિરધારી!
ભાણેજ, આવો તો કમળ ફૂલ લાવજો,
નકર માથે ભૂમીનો ભાર; લાલા ગિરધારી!
વા’લે ઘોડીને માર્યો ધ્રુબકો
જઈ પડ્યા કારંદડી માંય; લાલા ગિરધારી!
ત્યાં સોળસો નાગણી ટોળે વળી,
આંય ક્યાંથી નાનેરાં બાળ! લાલા ગિરધારી!
માથે બાળમોવારાની બાબરી,
મોઢે ધમકે માનાં થાન; લાલા ગિરધારી!
વા’લે નાગ નાથીને કીધો પોઠીયો,
લઈ આવ્યા કમળનું ફૂલ; લાલા ગિરધારી!
ફૂલ દીધું મામાને હાથ,
વા’લે ઉતાર્યો ભૂમીનો ભાર; લાલા ગિરધારી!
wa’lo chaud bhuwanthi utarya;
utarya ji nandne gher, lala girdhari!
wa’le chaud bhawan rachawiyan,
rachawyan chhe aabh ne patal; lala girdhari!
mamo kans kankotri mokle,
jai dejo bhanejone hath; lala girdhari!
bhanej, aawo to kamal phool lawjo,
nakar mathe bhumino bhaar; lala girdhari!
wa’le ghoDine maryo dhrubko
jai paDya karandDi manya; lala girdhari!
tyan solso nagni tole wali,
anya kyanthi naneran baal! lala girdhari!
mathe balmowarani babari,
moDhe dhamke manan than; lala girdhari!
wa’le nag nathine kidho pothiyo,
lai aawya kamalanun phool; lala girdhari!
phool didhun mamane hath,
wa’le utaryo bhumino bhaar; lala girdhari!
wa’lo chaud bhuwanthi utarya;
utarya ji nandne gher, lala girdhari!
wa’le chaud bhawan rachawiyan,
rachawyan chhe aabh ne patal; lala girdhari!
mamo kans kankotri mokle,
jai dejo bhanejone hath; lala girdhari!
bhanej, aawo to kamal phool lawjo,
nakar mathe bhumino bhaar; lala girdhari!
wa’le ghoDine maryo dhrubko
jai paDya karandDi manya; lala girdhari!
tyan solso nagni tole wali,
anya kyanthi naneran baal! lala girdhari!
mathe balmowarani babari,
moDhe dhamke manan than; lala girdhari!
wa’le nag nathine kidho pothiyo,
lai aawya kamalanun phool; lala girdhari!
phool didhun mamane hath,
wa’le utaryo bhumino bhaar; lala girdhari!



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 211)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, હરિલાલ કાળીદાસ મોઢા.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1966