થાળી જમો રે મારા’જ રે
thali jamo re mara’ja re
થાળી જમો રે મારા’જ રે, મારી પ્રેમની થાળી.
મારે હાથ્યેથી રે મેં એ બનાવી, પ્રાણજીવન તમ કાજ રે;
મારી પ્રેમની થાળી; થાળી જમોને મારા’જ રે.
જળ તે જમનાજીની ઝારી ભરાતું, અસનાન કરો દીનાનાથ રે;
મારી પ્રેમની થાળી; થાળી જમોને મા’રાજ રે. મારી.
મેવા મીઠાઈ ને પકવાન બનાવું, ભોજન કરોને દીનાનાથ રે;
મારી પ્રેમની થાળી; થાળી જમોને મારાજ રે. મારી.
પાન સોપારી ને લવીંગ એલચડી, મુખવાસ કરો દીનાનાથ રે;
મારી પ્રેમની થાળી; થાળી જમોને મા’રાજ રે. મારી.
thali jamo re mara’ja re, mari premni thali
mare hathyethi re mein e banawi, pranjiwan tam kaj re;
mari premni thali; thali jamone mara’ja re
jal te jamnajini jhari bharatun, asnan karo dinanath re;
mari premni thali; thali jamone ma’raj re mari
mewa mithai ne pakwan banawun, bhojan karone dinanath re;
mari premni thali; thali jamone maraj re mari
pan sopari ne lawing elachDi, mukhwas karo dinanath re;

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 176)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, હરિલાલ કાળીદાસ મોઢા.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1966