panch parew ghumtan, parew lyo - Lokgeeto | RekhtaGujarati

પાંચ પારેવ ઘૂમતાં, પારેવ લ્યો

panch parew ghumtan, parew lyo

પાંચ પારેવ ઘૂમતાં, પારેવ લ્યો

પાંચ પારેવ ઘૂમતાં, પારેવ લ્યો, હું તમને પૂછું મારા વીર રે, પારેવ લ્યો!

આવી કાળીમાં શું મોહ્યા, મારા વીર રે પારેવ લ્યો!

કાળી કામણગારી, મારા વીર રે પારેવ લ્યો!

હળવદની હાથણી લાવ રે, મારા વીર રે પારેવ લ્યો!

પાંચ પારેવ ઘૂમતાં, પારેવ લ્યો!

સુરતની નાગરણ લાવ રે, મારા વીર રે પારેવ લ્યો!

પાંચ પારેવ ઘૂમતાં, પારેવ લ્યો!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 108)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966