અમારે તો ઢબુબાઈ
amare to Dhabubai
અમારે તો ઢબુબાઈ, અમારે તો ઢબુબાઈ,
ઝાંઝરી સારુ રૂવે વેવાણ, રૂવે વેવાણ!
અમારે તો કાનજી, અમારે તો કાનજી,
મુંબઈ જાશે, સોની તેડાવશે, ઝાંઝરી ઘડાવશે;
રૂમઝુમ આણાં વાળો વેવાણ! વાળો વેવાણ!
અમારે તો ઢબુબાઈ, અમારે તો ઢબુબાઈ,
બંગડી સારૂ રૂવે વેવાણ, રૂવે વેવાણ!
અમારે તો કાનજી, અમારે તો કાનજી,
મુંબઈ જાશે, સોની તેડાવશે, બંગડી ઘડાવશે;
રૂમઝુમ આણાં વાળો વેવાણ! વાળો વેવાણ!
અમારે તો ઢબુબાઈ, અમારે તો ઢબુબાઈ,
ટીલડી સારૂ રૂવે વેવાણ! રૂવે વેવાણ!
અમારે તો કાનજી, અમારે તો કાનજી,
મુંબઈ જાશે, સોની તેડાવશે, ટીલડી ઘડાવશે,
રૂમઝુમ આણાં વાળો વેવાણ, વાળો વેવાણ!
અમારે તો ઢબુબાઈ, અમારે તો ઢબુબાઈ,
વીંટી સારૂ રૂવે વેવાણ, રૂવે વેવાણ!
અમારે તો કાનજી, અમારે તો કાનજી,
મુંબઈ જાશે, સોની તેડાવશે, વીંટી ઘડાવશે;
રૂમઝુમ આણાં વાળો વેવાણ! વાળો વેવાણ!
amare to Dhabubai, amare to Dhabubai,
jhanjhri saru ruwe wewan, ruwe wewan!
amare to kanji, amare to kanji,
mumbi jashe, soni teDawshe, jhanjhri ghaDawshe;
rumjhum anan walo wewan! walo wewan!
amare to Dhabubai, amare to Dhabubai,
bangDi saru ruwe wewan, ruwe wewan!
amare to kanji, amare to kanji,
mumbi jashe, soni teDawshe, bangDi ghaDawshe;
rumjhum anan walo wewan! walo wewan!
amare to Dhabubai, amare to Dhabubai,
tilDi saru ruwe wewan! ruwe wewan!
amare to kanji, amare to kanji,
mumbi jashe, soni teDawshe, tilDi ghaDawshe,
rumjhum anan walo wewan, walo wewan!
amare to Dhabubai, amare to Dhabubai,
winti saru ruwe wewan, ruwe wewan!
amare to kanji, amare to kanji,
mumbi jashe, soni teDawshe, winti ghaDawshe;
rumjhum anan walo wewan! walo wewan!
amare to Dhabubai, amare to Dhabubai,
jhanjhri saru ruwe wewan, ruwe wewan!
amare to kanji, amare to kanji,
mumbi jashe, soni teDawshe, jhanjhri ghaDawshe;
rumjhum anan walo wewan! walo wewan!
amare to Dhabubai, amare to Dhabubai,
bangDi saru ruwe wewan, ruwe wewan!
amare to kanji, amare to kanji,
mumbi jashe, soni teDawshe, bangDi ghaDawshe;
rumjhum anan walo wewan! walo wewan!
amare to Dhabubai, amare to Dhabubai,
tilDi saru ruwe wewan! ruwe wewan!
amare to kanji, amare to kanji,
mumbi jashe, soni teDawshe, tilDi ghaDawshe,
rumjhum anan walo wewan, walo wewan!
amare to Dhabubai, amare to Dhabubai,
winti saru ruwe wewan, ruwe wewan!
amare to kanji, amare to kanji,
mumbi jashe, soni teDawshe, winti ghaDawshe;
rumjhum anan walo wewan! walo wewan!



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 173)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, હરિલાલ કાળીદાસ મોઢા.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1966