waDiman waDlo ropiyo - Lokgeeto | RekhtaGujarati

વાડીમાં વડલો રોપિયો

waDiman waDlo ropiyo

વાડીમાં વડલો રોપિયો

વાડીમાં વડલો રોપિયો, ફૂલાની દોરી!

ફાલ્યો ફચકા લહેર રે, લેજો રામા, લેજો દોરી!

સીતાજી પાણી નીસર્યાં, ફૂલાની દોરી!

અયોધ્યા ગઢ હેઠ રે, લેજો રામા, લેજો દોરી!

બાપુ ઠાકોર સાહેબે પૂછ્યું, ફૂલાની દોરી!

દીકરી છો કે વહુ રે, લેજો રામા, લેજો દોરી!

જનકરાય ઘેર દીકરી, ફૂલાની દોરી!

રામચંદ્ર ઘરનાર રે, લેજો રામ, લેજો દોરી!

રસપ્રદ તથ્યો

ઝાલાવાડના પ્રદેશમાંથી સાંપડેલ આ એક ગરબો છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 109)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966