baglo aawe ne uDi jay re! - Lokgeeto | RekhtaGujarati

બગલો આવે ને ઊડી જાય રે!

baglo aawe ne uDi jay re!

બગલો આવે ને ઊડી જાય રે!

બગલો આવે ને ઊડી જાય રે! બગલો ડામકડોળા થાય રે!

બગલો સવિતાને લઈ જાય રે! વાંહે...ભાઈ દોડ્યા જાય રે!

હાય મારી બૈરીને લઈ જાય રે! હાય મારા પૈસા પાણી થાય રે!

છોકરા મા વિનાના થઈ જાય રે! બગલો આવે ને ઊડી જાય રે!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 109)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1966