sag sisamni mari wahelDi - Lokgeeto | RekhtaGujarati

સાગ સીસમની મારી વહેલડી

sag sisamni mari wahelDi

સાગ સીસમની મારી વહેલડી

સાગ સીસમની મારી વહેલડી રે લોલ.

નવરો સુતાર ઘડે પેંજણી રે લોલ.

દૂધે સાકરનો શીરો કર્યો રે લોલ.

તાંબાની તાસમાં ટાઢો કર્યો રે લોલ.

હું ખાવા બેઠી ને જીવણ સાંભર્યા રે લોલ.

કંઠેલી કોળિયો ના ઊતરે રે લોલ.

સામા બેસાડું દીનાનાથને રે લોલ.

કોળિયો ભરાવું જમણા હાથમાં રે લોલ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 219)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, જગજીવનદાસ દયાળજી મોદી અને જગમોહન મોદી
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957