pittal lota jale bharya - Lokgeeto | RekhtaGujarati

પિત્તળ લોટા જળે ભર્યા

pittal lota jale bharya

પિત્તળ લોટા જળે ભર્યા

પિત્તળ લોટા જળે ભર્યા અંબાજી રે,

એનો દાતણિયો પરદેશ જૂમનાં નહીં નહીએ.

તાંબાકુંડીઓ જળે ભરી અંબાજી રે,

એનો નાવણિયો પરદેશ જૂમનાં નહીં નહીએ.

ચલાણાં ચોળ્યાં ચૂરમા અંબાજી રે,

એનો ભોજનિયો પરદેશ જૂમનાં......

સાગે સીસમનાં સોગટાં અંબાજી રે,

એનો રમનારો પરદેશ જૂમનાં......

ઢેંચણ સમોણો ઢોલિયો અંબાજી રે,

એનો પોઢનારો પરદેશ જૂમનાં......

લવિંગ સોપારી એલચી અંબાજી રે,

એનો મુખવાસિયો પરદેશ જૂમનાં......

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 214)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, જગજીવનદાસ દયાળજી મોદી અને જગમોહન મોદી
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957