વીરસિંહ વાઘેલાનું ગીત
wirsinh waghelanun geet
આમુદામુની ફોજો રે આવી, ધુમરાણ વરતો ચાલે;
ગુલેચીઆ! આવોને મોજું માણીએ.—
ભીલુપુરમાં કરિયા મુકામો, બૂમરાણ : કરતો ચાલે :
ગુલેચીઆ આવોને મોજું માણીએ.—
દેરા દીધા ને તંબુ તાણિયા, વાણીલે માંડી બજારો :
ગુલેચીઆ! આવોને મોજું માણીએ.—
પળીએ પળીએ તેલડાં વેચાય છે, ચપટીએ વેચાય તમાકુ :
ગુલેચીઆ! આવોને મોજું માણીએ.—
દામોદર હલ રસોયાને વીંદમે, રસોઈઓની રાખે તાકીદો :
ગુલેચીઆ! આવોને મોજું માણીએ.—
દામોદર હલ નગારચીને વીંદમે, નગારે મારે સોનાગેડી :
ગુલેચીઆ! આવોને મોજું માણીએ.—
ત્યાંથી દામોદર ચાલી નીસરીઓ, ડભોઈના કર્યા મુકામો :
ગુલેચીઆ! આવોને મોજું માણીએ.—
દેરા દીધા ને તંબુ તાણિયા, વાણીલે માંડી બજારો :
ગુલેચીઆ! આવોને મોજું માણીએ.—
પળીએ પળીએ તેલડાં વેચાય છે, ચપટીએ વેચાય તમાકુ :
ગુલેચીઆ! આવોને મોજું માણવા.—
દામોદર હલ રસોયાને વીંદમે, રસોઈઓની રાખે તાકીદો :
ગુલચીઆ! આવોને મોજું માણવા.—
ત્યાંથી દામોદર ચાલી નીસરીયો, ચાંદોદના કર્યા મુકામો :
ગુલેચીઆ! આવોને મોજું માણવા.—
પળીએ પળીએ તેલડાં વેચાય છે, ચપટીએ વેચાય તમાકુ :
ગુલેચીઆ! આવોને મોજું માણવા.—
દામોદર હલ રસોયાને વીંદમે; રસોઈઓની રાખે તાકીદો :
ગુલેચીઆ! આવોને મોજું માણવા.—
દામોદર હલ નગારચીને વીંદમે, નગારે વાગે સોનાગેડી :
ગુલેચીઆ! આવોને મોજું માણવા.—
ત્યાંથી દામોદર ચાલી નીસરીઓ, નાંદોદના કર્યા મુકામો :
ગુલેચીઆ! આવોને મોજું માણવા.—
દેરા દીધા ને તંબુ તાણીઆ, વાણીલે માંડ્યાં બજારો :
ગુલેચીઆ! આવોને મોજું માણવા.—
દામોદર હલ લખી કાગદ મોકલે: “થા એલા વાઘેલા ! મારી સામે :”
ગુલેચીઆ! આવોને મોજું માણવા.—
વાઘેલો હલ લખી કાગદ મોકલે : “આવ્યો વાઘેલો તારો બાપ !”
ગુલેચીઆ! આવોને મોજું માણવા.—
વાઘેલો હલ ચરવાદારને વીંદમે, “ઘોડીએ નાખો ઘોડી જીન”:
ગુલેચીઆ! આવોને મોજું માણવા.—
વાઘેલો હલ અસવાર થયો, ચાલે નાંદોદની વાટે :
ગુલેચીઆ! આવોને મોજું માણવા.—
આગલપાછલ પાંચ આરબોની ચોકી, વચમેં દામોગરની પાલખી :
ગુલેચીઆ! આવોને મોજું માણવા.—
પાલખીમાં એ ટોંચ લગાવે, ફૂમતાં નાખ્યાં ખંખેરી :
ગુલેચીઆ! આવોને મોજું માણવા.—
ત્યાંથી વાઘેલો અસવાર થયો, વાવડીની તોડી નાખી તાવડી :
ગુલેચીઆ! આવોને મોજું માણવા.—
ત્યાંથી વાઘેલો આઘેરો ચાલ્યો, ચાડીયાની કોતેડી ઠેકાવે :
ગુલેચીઆ! આવોને મોજું માણવા.—
ઘોડીએ હલ પાડી રે નાખ્યો, ફટ ભૂંડી! મેહેલી શું જાયે ?
ગુલેચીઆ! આવોને મોજું માણવા.—
મારાં ખાધાં લુણ ને પાણી, ફટ ભૂંડી ! મેહેલી શું જાય :
ગુલેચીઆ! આવોને મોજું માણવા.—
વાઘેલો હલ રાણીઓને વીંદમે, “ચૂડલો ભાંગીને રહેજો” :
ગુલેચીઆ! આવોને મોજું માણવા.—
વાઘેલો હલ અસવાર થયો, ચાલે વાગડીઆની વાટે :
ગુલેચીઆ! આવોને મોજું માણવા.—
વાઘેલો હલ કચેરીઓમાં બેઠો, મોટી મોટી ભાંજગડો ચાલે :
ગુલેચીઆ! આવોને મોજું માણવા.—
વાઘેલો હલ કચેરીઓમાં બેઠો, કોઈથી ભાંજગડો ના તૂટે :
ગુલેચીઆ! આવોને મોજું માણવા.—
વાઘેલો હલ તરવાર ખેંચી, મોટામોટા રાજવટીઆ કાપે :
ગુલેચીઆ! આવોને મોજું માણવા.—
ત્યાંથી વાઘેલો નાસી રે છૂટ્યો, વાંહેલી લગી ફોજો દોડાવે :
ગુલેચીઆ! આવોને મોજું માણવા.—
વાઘેલો હલ ઘોડીએ રે આવ્યો. અગાડી પછાડી ખેંચી બાંધી :
ગુલેચીઆ! આવોને મોજું માણવા.—
વાઘેલો હલ એમ કરી કહે છે : “જુઓ સીપાઈએ દગો કીધો” :
ગુલેચીઆ! આવોને મોજું માણવા.—
ત્યાંથી વાઘેલો નાસી રે છૂટ્યો, આવી પડ્યો બઘંન તળાવે :
ગુલેચીઆ! આવોને મોજું માણવા.—
દાંતોમાં તરવારો રે ઘાલી, જઈ પડ્યા બઘન તલાવે :
વાઘેલો તળાવમાં મૂછો રે મરડે, કે મર્દ સૂબો છેતરી મરાયો:
ગુલેચીઆ! આવોને મોજું માણવા.—
amudamuni phojo re aawi, dhumran warto chale;
gulechia! awone mojun maniye —
bhilupurman kariya mukamo, bumran ha karto chale ha
gulechia awone mojun maniye —
dera didha ne tambu taniya, wanile manDi bajaro ha
gulechia! awone mojun maniye —
paliye paliye telDan wechay chhe, chaptiye wechay tamaku ha
gulechia! awone mojun maniye —
damodar hal rasoyane windme, rasoioni rakhe takido ha
gulechia! awone mojun maniye —
damodar hal nagarchine windme, nagare mare sonageDi ha
gulechia! awone mojun maniye —
tyanthi damodar chali nisrio, Dabhoina karya mukamo ha
gulechia! awone mojun maniye —
dera didha ne tambu taniya, wanile manDi bajaro ha
gulechia! awone mojun maniye —
paliye paliye telDan wechay chhe, chaptiye wechay tamaku ha
gulechia! awone mojun manwa —
damodar hal rasoyane windme, rasoioni rakhe takido ha
gulchia! awone mojun manwa —
tyanthi damodar chali nisriyo, chandodna karya mukamo ha
gulechia! awone mojun manwa —
paliye paliye telDan wechay chhe, chaptiye wechay tamaku ha
gulechia! awone mojun manwa —
damodar hal rasoyane windme; rasoioni rakhe takido ha
gulechia! awone mojun manwa —
damodar hal nagarchine windme, nagare wage sonageDi ha
gulechia! awone mojun manwa —
tyanthi damodar chali nisrio, nandodna karya mukamo ha
gulechia! awone mojun manwa —
dera didha ne tambu tania, wanile manDyan bajaro ha
gulechia! awone mojun manwa —
damodar hal lakhi kagad mokleh “tha ela waghela ! mari same ha”
gulechia! awone mojun manwa —
waghelo hal lakhi kagad mokle ha “awyo waghelo taro bap !”
gulechia! awone mojun manwa —
waghelo hal charwadarne windme, “ghoDiye nakho ghoDi jin”ha
gulechia! awone mojun manwa —
waghelo hal aswar thayo, chale nandodni wate ha
gulechia! awone mojun manwa —
agalpachhal panch arboni choki, wachmen damogarni palkhi ha
gulechia! awone mojun manwa —
palkhiman e tonch lagawe, phumtan nakhyan khankheri ha
gulechia! awone mojun manwa —
tyanthi waghelo aswar thayo, wawDini toDi nakhi tawDi ha
gulechia! awone mojun manwa —
tyanthi waghelo aghero chalyo, chaDiyani koteDi thekawe ha
gulechia! awone mojun manwa —
ghoDiye hal paDi re nakhyo, phat bhunDi! meheli shun jaye ?
gulechia! awone mojun manwa —
maran khadhan lun ne pani, phat bhunDi ! meheli shun jay ha
gulechia! awone mojun manwa —
waghelo hal ranione windme, “chuDlo bhangine rahejo” ha
gulechia! awone mojun manwa —
waghelo hal aswar thayo, chale wagDiani wate ha
gulechia! awone mojun manwa —
waghelo hal kacherioman betho, moti moti bhanjagDo chale ha
gulechia! awone mojun manwa —
waghelo hal kacherioman betho, koithi bhanjagDo na tute ha
gulechia! awone mojun manwa —
waghelo hal tarwar khenchi, motamota rajawtia kape ha
gulechia! awone mojun manwa —
tyanthi waghelo nasi re chhutyo, wanheli lagi phojo doDawe ha
gulechia! awone mojun manwa —
waghelo hal ghoDiye re aawyo agaDi pachhaDi khenchi bandhi ha
gulechia! awone mojun manwa —
waghelo hal em kari kahe chhe ha “juo sipaiye dago kidho” ha
gulechia! awone mojun manwa —
tyanthi waghelo nasi re chhutyo, aawi paDyo baghann talawe ha
gulechia! awone mojun manwa —
dantoman tarwaro re ghali, jai paDya baghan talawe ha
waghelo talawman muchho re marDe, ke mard subo chhetri marayoh

ફેક્ટ - ‘ગનીમ’ એટલે મરાઠા, જેઓ દક્ષિણમાંથી આવી, ગુજરાત પર આક્રમણ કરી, માલમિલકત લૂંટી જતા હતા. “ગનીમની લડાઇનો પવાડો” (લોકસાહિત્યમાળા મણકો, ત્રીજો પૃષ્ઠ 272) આ હકીકતનો એક દસ્તાવેજી પૂરાવો છે: અહીં આપેલાં વીરસિંહ વાઘેલાના લોકગીતમાં, સં. 1793 માં નાંદોદ પર, દામાજી ગાયકવાડ અને પેશ્વાના દામોદર પંતે હલ્લો કર્યો તેમાં વીરસિંહે બહાદુરી બતાવી: અને પછી વીરગતિ પામ્યો: ત્યારે તેના પાળિયા ઉપર કોતરાયું કે ‘ગનીમ સાથે લડાઈ થઈ ત્યારે કામ આવ્યા’. તે લોકગીત અહીં આપ્યું છે. —આ ગીતના મૂળ સંપાદક લૂણાવાડાના શિક્ષક શ્રી છગનલાલ વિદ્યારામ રાવળ છે.
સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૫ (પૃષ્ઠ ક્રમાંક 104)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમૂદાર, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, પદ્મશ્રી દુલાભાઈ કાગ, મેરૂભા ગઢવી, પુષ્કર ચંદરવાકર, ચન્દ્રકાન્ત વાઘેલા, કનૈયાલાલ જોશી, પ્રહ્લાદ ચી. પરીખ, ગણેશ કૃષ્ણ ગોખલે.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1966