weran raat paDi - Lokgeeto | RekhtaGujarati

વેરણ રાત પડી

weran raat paDi

વેરણ રાત પડી

હમણે ઘનશ્યામ મારી પાસે રે બેઠા, ઘડી પલાણ મારી આંખ ઢળી;

ક્યાં જઉં રે વેરણ રાત પડી.

મંદિર જોયાં ને માળિયાં રે જોયાં, પાતાળ જોઈને પાછી વળી;

ક્યાં જઉં રે વેરણ રાત પડી.

ચોરા રે જોયા, ને ચૌટાં રે જોયાં, બવળી બજાર જોઈ પાછી વળી;

ક્યાં જઉં રે વેરણ રાત પડી.

બાગ જોયા, ને બગીચા રે જોયા, ફૂલવાડી જોઈને પાછી વળી;

ક્યાં જઉં રે વેરણ રાત પડી.

ચાંદા રે જોયા, ને સૂરજ જોયા, તારલિયા જોઈ જોઈ પાછી વળી;

ક્યાં જઉં રે વેરણ રાત પડી.

ગોકુળ ઘૂમી, ને મથુરાં રે ઘૂમી, વનરાવન જોઈને પાછી વળી;

ક્યાં જઉં રે વેરણ રાત પડી.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 236)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, ઉજમશી છ. પરમાર)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968