નાવલો ના’વ્યો ફરી રે
nawlo na’wyo phari re
એક લીલી તો મારી લોબડી, ને
બીજી લીલી કેસરિયાની પાઘ રે;
નાવલો ના’વ્યો ફરી રે.
ફૂલ્યા તે વનમાં કેસુડાં, ને
કાંઈ ફલ્યો આંબે મો’ર રે;
નાવલો ના’વ્યો ફરી રે.
કોયલડી તે કાગળ મોકલે.
સુડારાણા વે’લેરો આવ્ય રે;
નાવલો ના’વ્યો ફરી રે.
ખાઉં પીઉં ને થઉં દુબળી,
મારી પાનીનો રંગ ફીકો થાય રે;
નાવલો ના’વ્યો ફરી રે.
રૂપલા રબારી તને વિનવું,
તારી સાંઢણિયું શણગાર રે;
નાવલો ના’વ્યો ફરી રે.
તારા વીરને જઈ એટલું કે’જે,
હવે આવ્યા ઉનાળાના દંન;
નાવલો ના’વ્યો ફરી રે.
વનમાં બળે વન પંખીડાં,
તારા ઘરમાં બળે ઘરનાર રે;
નાવલો ના’વ્યો ફરી રે.
વીત્યા વૈશાખના વાયદા,
વા’લા, જાયે ચોમાસાના દંન રે;
નાવલો ના’વ્યો ફરી રે.
સરખી સહિરું ચાલી સાસરે,
મારું કાળજું કટકા થાય રે;
નાવલો ના’વ્યો ફરી રે.
આસો માસો, ને અજવાળિયાં,
મારે ઘેર પધાર્યા શ્યામ રે;
નાવલો આવ્યો ઘરે રે.
સેવ સુવાળી, ને રોટલી,
હું તો જમાડું સાકર ભાત રે;
નાવલો આવ્યો ઘરે રે.
દુઃખના દા’ડા તો વઈ ગિયા,
મારે અમૃત વરસ્યા મેહ રે;
નાવલો આવ્યો ઘરે રે.
ek lili to mari lobDi, ne
biji lili kesariyani pagh re;
nawlo na’wyo phari re
phulya te wanman kesuDan, ne
kani phalyo aambe mo’ra re;
nawlo na’wyo phari re
koyalDi te kagal mokle
suDarana we’lero aawya re;
nawlo na’wyo phari re
khaun piun ne thaun dubli,
mari panino rang phiko thay re;
nawlo na’wyo phari re
rupla rabari tane winawun,
tari sanDhaniyun shangar re;
nawlo na’wyo phari re
tara wirne jai etalun ke’je,
hwe aawya unalana dann;
nawlo na’wyo phari re
wanman bale wan pankhiDan,
tara gharman bale gharnar re;
nawlo na’wyo phari re
witya waishakhna wayada,
wa’la, jaye chomasana dann re;
nawlo na’wyo phari re
sarkhi sahirun chali sasre,
marun kalajun katka thay re;
nawlo na’wyo phari re
aso maso, ne ajwaliyan,
mare gher padharya shyam re;
nawlo aawyo ghare re
sew suwali, ne rotli,
hun to jamaDun sakar bhat re;
nawlo aawyo ghare re
dukhana da’Da to wai giya,
mare amrit warasya meh re;
nawlo aawyo ghare re
ek lili to mari lobDi, ne
biji lili kesariyani pagh re;
nawlo na’wyo phari re
phulya te wanman kesuDan, ne
kani phalyo aambe mo’ra re;
nawlo na’wyo phari re
koyalDi te kagal mokle
suDarana we’lero aawya re;
nawlo na’wyo phari re
khaun piun ne thaun dubli,
mari panino rang phiko thay re;
nawlo na’wyo phari re
rupla rabari tane winawun,
tari sanDhaniyun shangar re;
nawlo na’wyo phari re
tara wirne jai etalun ke’je,
hwe aawya unalana dann;
nawlo na’wyo phari re
wanman bale wan pankhiDan,
tara gharman bale gharnar re;
nawlo na’wyo phari re
witya waishakhna wayada,
wa’la, jaye chomasana dann re;
nawlo na’wyo phari re
sarkhi sahirun chali sasre,
marun kalajun katka thay re;
nawlo na’wyo phari re
aso maso, ne ajwaliyan,
mare gher padharya shyam re;
nawlo aawyo ghare re
sew suwali, ne rotli,
hun to jamaDun sakar bhat re;
nawlo aawyo ghare re
dukhana da’Da to wai giya,
mare amrit warasya meh re;
nawlo aawyo ghare re



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 251)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, ચંદ્રિકા જોધાણી)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968