હૈયાનો હાર
haiyano haar
વેણું વસંતની વાગતી,
મારે ડુંગરિયે ડોલ્યા મોર રે;
કાનજી ઘેર આવો ને!
આંબાની ડાળે ઓલી બોલી કોયલડી,
કાપે કાળજડાંની કોર રે;
કાનજી ઘેર આવો ને!
આવ્યાની અવધું વીતી ગઈ,
તોય આવ્યો ના ચિતડાનો ચોર રે;
કાનજી ઘેર આવો ને!
હાલી ગઈ મીઠી માઝમ રાતુડી,
આ વિજોગના બપોર રે;
કાનજી ઘેર આવો ને!
ગોકુળ ગામની શેરીએ શેરીએ,
ગોતું હું આઠે પહોર રે;
કાનજી ઘેર આવો ને!
તમારો કાનુડો કાળો જશોદાજી,
અમારો કાનુડો ગોરો રે;
કાનજી ઘેર આવો ને!
તમારા કાનજી ભલે ગોરા, રાધા રાણી,
અમારા તો જીવન દોર રે;
કાનજી ઘેર આવો ને!
મેણાં ટોણાં મારી રીઝવું કાનજી,
હૈયાના મોર ચકોર રે;
કાનજી ઘેર આવો ને!
wenun wasantni wagti,
mare Dungariye Dolya mor re;
kanji gher aawo ne!
ambani Dale oli boli koyalDi,
kape kalajDanni kor re;
kanji gher aawo ne!
awyani awadhun witi gai,
toy aawyo na chitDano chor re;
kanji gher aawo ne!
hali gai mithi majham ratuDi,
a wijogna bapor re;
kanji gher aawo ne!
gokul gamni sheriye sheriye,
gotun hun aathe pahor re;
kanji gher aawo ne!
tamaro kanuDo kalo jashodaji,
amaro kanuDo goro re;
kanji gher aawo ne!
tamara kanji bhale gora, radha rani,
amara to jiwan dor re;
kanji gher aawo ne!
menan tonan mari rijhawun kanji,
haiyana mor chakor re;
kanji gher aawo ne!
wenun wasantni wagti,
mare Dungariye Dolya mor re;
kanji gher aawo ne!
ambani Dale oli boli koyalDi,
kape kalajDanni kor re;
kanji gher aawo ne!
awyani awadhun witi gai,
toy aawyo na chitDano chor re;
kanji gher aawo ne!
hali gai mithi majham ratuDi,
a wijogna bapor re;
kanji gher aawo ne!
gokul gamni sheriye sheriye,
gotun hun aathe pahor re;
kanji gher aawo ne!
tamaro kanuDo kalo jashodaji,
amaro kanuDo goro re;
kanji gher aawo ne!
tamara kanji bhale gora, radha rani,
amara to jiwan dor re;
kanji gher aawo ne!
menan tonan mari rijhawun kanji,
haiyana mor chakor re;
kanji gher aawo ne!



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 245)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, ચંદ્રિકા જોધાણી)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968