akhkhan dakhkhan re - Lokgeeto | RekhtaGujarati

અખ્ખણ દખ્ખણ રે

akhkhan dakhkhan re

અખ્ખણ દખ્ખણ રે

અખ્ખણ દખ્ખણ રે મેવલો ઊમટ્યો રે.

આવીને વરઈસો આપણા ને વળી દેશ.

પાદરાનાં ખેતર સમડાં સૂડવાં રે.

ઊઠો રે હાળી હોળાં જોતરો રે,

લાંબી લાંબી રાશે રે હાળી હોળાં હાંકજો રે.

ખેડી વાવું તલ તુવેર મગ જાર,

અરધ ઓરાવું રે લવિંગ એલચી રે,

મોચમ વવાવું નાગરવેલ.

વાડે ચડાવું રે વાડ વાલોળિયો રે,

ફાઈલો ફૂઈલો રે લચકાલોળ.

આડેને ખોળે રે રાધા ગોરી વીણતાં રે,

વીણતાં ડસિયો તંબોળી કેરો નાગ.

આપણાં નગરમાં નથી કોઈ ગારણી રે,

આપણાં ખેતરને શેડે કડવો લીમડો રે.

એનો રસ વાટીઘોંટીને એને પાવ,

ચડ્યાં વખ વાળે રે કડવો લીમડો રે.

માડી, મારી સાસરિયે સંભળાવ,

સાસરીનાં મેણાં મારાં રૈ જશે રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 169)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શંકરભાઈ સોમાભાઈ તડવી અને રેવાબહેન તડવી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957