bole chhe mor - Lokgeeto | RekhtaGujarati

બોલે છે મોર

bole chhe mor

બોલે છે મોર

કારી કારી વાદળીમાં વીજરી ઝબુકે,

મહેલિયો ઘમઘોર, બરડામાં બોલે છે મોર;

ઝુમણાંનો ઘડનાર ગ્યો છે પરદેશમાં,

કાંઠલીની બે બે જોડ, બરડામાં બોલે છે મોર.

કારી કારી વાદળીમાં વીજરી ઝબુકે,

મેહુલિયો ઘમઘોર, બરડામાં બોલે છે મોર;

કડલાંનો ઘડનાર ગ્યો છે પરદેશમાં,

કાંબડીની બે બે જોડ, બરડામાં બોલે છે મોર.

કારી કારી વાદળીમાં વીજરી ઝબુકે,

મેહુલિયો ઘમઘોર, બરડામાં બોલે છે મોર;

ચુડલાનો ઘડનાર ગ્યો છે પરદેશમાં,

બંગડીની બે બે જોડ, બરડામાં બોલે છે મોર.

કારી કારી વાદળીમાં વીજરી ઝબુકે,

મેહુલિયો ઘમઘોર, બરડામાં બોલે છે મોર;

નથડીનો ઘડનાર ગ્યો છે પરદેશમાં,

ટીલડીની બે બે જોડ, બરડામાં બોલે છે મોર;

કારી કારી વાદળીમાં વીજરી ઝબુકે,

મેહુલિયો ઘમઘોર, બરડામાં બોલે છે મોર;

ચુંદડીનો વોરનાર ગ્યો છે પરદેશમાં,

ઓઢણીને બે બે જોડ, બરડામાં બોલે છે મોર.

રસપ્રદ તથ્યો

સહ સંપાદક હરિલાલ. કા. મોઢાની નોંધ :અગાઉ મેં મોકલેલ ગીત ‘કારાં કારાં છે ડુંગરાનાં પાણી, ઘડુલિયો ઘૂમે છે’ એ જ ઢાળનું અને મળતું આવતું આ ગીત સ્થળભેદથી આખું બીજું ગીત બની ગયું છે. પ્રદેશ પ્રદેશના ભેદે લોકસાહિત્યનું પણ થોડું થોડું રૂપ બદલાય છે. તેના નમૂનારૂપ આ ગીત છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– 7 (પૃષ્ઠ ક્રમાંક 50)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કા. મોઢા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968